Rajkotના ધોરાજીમાં ખેડૂતોને DAP અને NPK ખાતર મેળવવા મારવા પડે છે વલખા

HomeRAJKOTRajkotના ધોરાજીમાં ખેડૂતોને DAP અને NPK ખાતર મેળવવા મારવા પડે છે વલખા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રાજકોટ જીલ્લાના ધોરાજીમા આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમા Dapઅને Npk ખાતરની ખુબ જ અછત સર્જાઈ છે.ખેડૂતો મુંઝવણમા મુકાયા છે.રાજકોટ જીલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ધોરાજી ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી Dap અને Npk ખાતરની ભારે અછત સર્જાઈ છે.

ખાતરની અછત

ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈ રોજેરોજ ધક્કા ખાવા પડી રહયા છે પણ હજુ ધોરાજી ડેપોમા આજ દિન સુધી Dap અને npk ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયેલ નથી શિયાળુ પાકની સિઝનમા પણ સારો વરસાદ પડયો હોય અને કપાસ મગફળી સોયાબીન તલ અળદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયેલ અને નવુ વાવેતર કરવા માટે Dap Npk ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ અછત સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતોઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખાતરને લઈ વાવેતર અટકયું

ધોરાજી પંથક અસંખ્ય ખેડૂતો અને હજારો વિઘામા આ ખાતર ની ખુબ જ જરૂરિયાત ખેડૂતો ને પડી હોય પણ આ ખાતર ન મળતું હોવાથી ખેડૂતોને ખાતરના ડેપોમાંથી પરત આવવું પડે છે,ખેડૂતો રાજય સરકરાને વિનંતી કરી રહ્યાં છે કે તાત્કાલિકના ધોરણે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવે તો ડી જી બાલધા એ જણાવેલ કે સિઝનમા રાસાયણિક ખાતરની અછત હોય અત્યારે અનાજ વાવવાનો સમય છે Dap Npk વગર વાવેતર થાય નહીં દરેક ખેડૂતો ને રાસાયણિક ખાતર આપે તેવી વ્યવસ્થા કરી સરકાર કરી આપે તેવું જણાવેલ છે.

ખાતર ન મળતાં શિયાળુ રવિ પાક થવો મુશ્કેલ

ચણા,જીરું,લસણ સહિતના પાકને શિયાળુ પિયત કરવા માટે DAPખાતરની જરૂર હોય છે પરંતુ બજારમાં ખાતર જ નહી હોવાથી પાક કરવો મુશ્કેલ છે,ખેડૂતોનું કહેવું છે કે પહેલા વરસાદનો માર સહન કર્યો અને હવે ખાતરને લઈ સમસ્યા ઉભી તઈ થઈ છે,જો સમયસર ખાતર નહી મળે તો પાક કરવો અઘરો પડશે અને જોઈએ એ રીતે પાક નહી થાય.જસદણના ખેડૂતો છેલ્લા બે મહિનાથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે તેવો આક્ષેપ પણ ખેડૂતોએ જ કર્યો છે.

શિયાળુ પાકને જરૂરી એવા DAP અને NPK ખાતર

શિયાળુ પાક ઘઉં, ચણા, જીરુનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ પાકને વિકસાવવા માટે જરૂરી ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા માત્ર પાંચ થેલી હાથમાં આવે એવી સ્થિતિ બની રહી છે. જો પાકના વાવેતરના સમયે પૂરતુ ધ્યાન નહીં અપાય તો ખેડૂતને કેટલું નુકસાન જશે એ માત્ર ખેડૂત જ સમજી અને અનુભવી શકે.જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પણ મગફળી અને તુવેરના પાક માટે DAP અને NPK ખાતરની અછત ઉભી થઈ હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon