સાંતલપુરમાં ઉનાળાના પ્રારંભે પાણીની બુમરાણ

HomeRadhanpurસાંતલપુરમાં ઉનાળાના પ્રારંભે પાણીની બુમરાણ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ત્રણ હજારની વસતી, પશુપાલન ધરાવતાં ઝેકડા ગામમાં 20 દિવસથી પાણી માટે વલખાં
  • ગ્રામજનો પાણીની સમસ્યાને લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા, લોકોનો રોષ સાતમા આસમાને
  • સાંતલપુર તાલુકાના ઝેકડા ગામે પીવાનુ પાણી 20 દિવસથી નહીં સમસ્યા વકરી

સાંતલપુર તાલુકાના ઝેકડા ગામે પીવાનુ પાણી 20 દિવસથી નહીં સમસ્યા વકરી છે. આ મામલે સરપંચ સહિત ગ્રામજનો પાણી પુરવઠા કચેરીએ અને પ્રાંત કચેરીએ પહોચી પીવાના પાણીની સમસસ્યાનુ નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. આ મામલે યોગ્ય નહીં થાય તો ધરણાં ધરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

સાંતલપુર તાલુકાના ઝેકડા ગામમાં પાણી પુરવઠાની પીપળી સબ હેડકવાર્ટરમાંથી અપાય છે.જે પાણી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવા ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. ફિલ્ટર પ્લાન્ટ ગત મહિને શરુ કરી દેવામાં આવ્યો છે. જો કે ઝેકડા ગામમાં પાણી મળતુ નથી.ગામમાં અંદાજીત ત્રણ હજાર જેટલા લોકો અને મોટા પ્રમાણમાં પશુપાલન છે તેમ છતા પુરતુ પાણી નહિ મળતા રજુઆતો કરવા છતા સમસ્યાનુ નિરાકરણ નહી આવતા ગ્રામજનોએ રજુઆત કરી પુરતુ પાણી આપવા માંગ કરી છે. સાંતલપુર તાલુકાના શોર ગામડી ગામે પણ પીવાના પાણીની સમસ્યા ઉઠવા પામી હતી અને પીવાનુ પુરતુ પાણી નહિ મળતા ગામડી ગામના ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પીવાના પાણીની સમસ્યાને લઈને ઉનાળાની શરુઆતમાં જ પીવાના પાણીની સમસ્યા ઉઠતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ત્રણ દિવસ પાણી બંધ રહેવાનું કહ્યાં બાદ છેલ્લા 20 દિવસથી પાણી નહીં અપાતા લોકોનો રોષ સાતમા આસને પહોંચી ગયો છે.

પાણી નહીં મળે તો ધરણાં ઉપર ઊતરીશું

આ અંગે સ્થાનિક ખેડૂત જેસંગભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, પીપળીથી ઝેકડા સુધી નવી લાઈન નાખી છે લાઈન વ્યસ્થિત નાખી નથી લાઈન અડધી ખુલ્લી પડી છે.અમારુ ગામ તરસે મરે છે પાણી માટે એક મહિનાથી અમને બનાવ બનાવ કરે છે અમને પાણી પુરતુ આપે અમે કચેરીએ કેટલી વખત ધક્કા ખાઈએ અમે વિનંતી કરીએ છીએ કે પાણી પુરતુ આપે નહી અમે આખુ ગામ ધરણા કરશુ.

અમને ત્રણ દિવસ પાણી બંધ રહેશે તેવું કહ્યું હતું

ગામના સરપંચ હસમુખ ભંડારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે નવો પ્લાન્ટ બન્યો ત્યારે અમને ગામમાં ત્રણ દિવસ પાણી બંધ રહેશે તેવુ કહ્યુ હતુ પરંતુ ત્યારબાદ પાણી પુરતુ હજુ મળ્યુ નથી અને ગામમાં પાણી નહિ મળતા સમસ્યાનુ નિકાલ કરશુ પણ પાણી મળતુ નથી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon