- રાધનપુર-સાંતલપુર પંથકમાં દેશી બંદૂક સાથે કુલ ત્રણ શખ્સ પકડાયા
- આરોપીએ સાંતલપુરના બામરોલીના શખ્સ પાસેથી તમંચો લીધો હોવાનું કબૂલ્યું
- રાધનપુર પોલીસ મથકે લાવી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
પાટણ જિલ્લા એલ.સી.બી.ની ટીમની ટીમ રાધનપુર તાલુકાના રંગપુરા ગામે પહોંચતા બાતમી મળી હતી કે, જેના આધારે પોલીસે ગામમાં ઝીંણવટભરી તપાસ કરતા ઠાકોર રણછોડભાઈ ચેલાભાઈ નામનો યુવાન રોડની સાઈડમાં ઉભો હતો.તેના પર પોલીસને શંકા જતા તેની તપાસ કરતા તેની પાસેથી કિંમત રૂા.પાંચ હજારનો દેશી તમંચો તેમજ એક કારતુસ મળી આવ્યા હતા.
પોલીસે ઠાકોર રણછોડને ઝબ્બે કરી દેશી તમંચો કયાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતા દેશી તમંચો સાંતલપુર તાલુકાના બામરોલી ગામે રહેતા ઠાકોર ભરતભાઈ ભેમાભાઈ પાસેથી લાવ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતા પોલીસે બંન્ને ઈસમોને પકડી રાધનપુર પોલીસ મથકે લાવી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.