- રિક્ષા સ્ટેન્ડની માગણી માટે રાધનપુર નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરી
- રિક્ષા સ્ટેન્ડ બનાવી આપવાનું આશ્વાસન આપતા રિક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ
- સ્ટેન્ડ ન હોવાથી રિક્ષાઓ ને પોલીસ કર્મીઓ વારંવાર લઈ જાય છે
રાધનપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષાઓ મુકવા માટે રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી રિક્ષા ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આમ રિક્ષા ચાલકોએ રિક્ષા સ્ટેન્ડની માગણી માટે રાધનપુર નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરી સ્ટેન્ડની માંગણી કરી છે. પરંતુ આજ દિન સુધી રિક્ષા ચાલકોને સ્ટેન્ડ ન મળતા આખરે કંટાળેલ રિક્ષા ચાલકો ગત રોજ મોટી સંખ્યામાં રાધનપુર પ્રાંત ઓફ્સિમાં એકઠા થયા હતા અને પ્રાંત ઓફ્સિમાં રિક્ષા સ્ટેન્ડ ની પ્રબળ માગણીને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. જે બાબતે રાધનપુર નગરપાલિકાના સહિત અન્ય કર્મચારીઓ રિક્ષા ચાલકો પાસે આવી આગામી સમયમાં રિક્ષા સ્ટેન્ડ બનાવી આપવાનું આશ્વાસન આપતા રિક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ હતી. આ બાબતે રિક્ષા ચાલક રજાકભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી રિક્ષા ચલાવશું પરંતુ રાધનપુરમાં રિક્ષા મુકવાનું સ્ટેન્ડ ન હોવાથી રિક્ષા ચાલકોને ભારે પરેશાની ભોગવી પડી રહી છે. સ્ટેન્ડ ન હોવાથી રિક્ષાઓ ને પોલીસ કર્મીઓ વારંવાર લઈ જાય છે જેને કારણે અમારે હેરાન થવું પડી રહ્યું છે. તો સત્વરે રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવે તેવી અમે માગ કરી રહ્યા છીએ.