રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે પોરબંદરમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે અને કુતિયાણાના આસપાસમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે પોરબંદર-જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ થયો છે. તેમજ ભારે વરસાદથી સરાદિયા ગામ પાસે પાણી ભરાયા છે.
કુતિયાણાના અને ગ્રામ્ય વિસ્તામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદર-જૂનાગઢ સ્ટેટ હાઈવે પર ભારે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.