Porbandar: કુખ્યાત ભીમા દુલાની ધરપકડ, પોરબંદર પોલીસનું મોટું ઓપરેશન સફળ

HomePorbandarPorbandar: કુખ્યાત ભીમા દુલાની ધરપકડ, પોરબંદર પોલીસનું મોટું ઓપરેશન સફળ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Porbandar Rain: પોરબંદર શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયપોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિદેવભૂમિ દ્વારકાના 6, પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયામૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર...

પોરબંદરમાં કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની ધરપકડ કરવામાં આવી. મારામારીના કેસમાં પકડવા ગયેલી પોલીસના 50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા અને ઘાતક હથિયાર સહિત પોલીસે ભીમા દુલા સહિત ત્રણની ધરપકડ કરી.

પોરબંદર નજીકના બોરીચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે ગુનો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં સવારે ઉતારવામાં આવ્યા હતા, અને ભીમા દુલાને પૂછપરછ માટે પોરબંદર લવાયા છે. તો બીજી બાજુ એવુ જાણવા મળ્યું છે. આદિત્યાણામાં હથિયાર અને રોકડ પણ કબ્જે કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો

વીસ પચીસ દિવસ પહેલા બોરીચા ગામે એક વ્યક્તિને માર મારવામાં આવેલ હતો. જે સબબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધવામાં આવેલ જેમાં બે શખ્સો માર મારવામાં, એક શખ્શ મોટર સાયકલ ચલાવતો હતો તેમજ એક શખ્શ મોટર સાયકલની પાછળ બેઠેલ હતો તેમ પીડિત વ્યક્તિએ જણાવેલ હતું.

બોરીચાના મહેર અગ્રણી ભીમા દુલાભાઈ ઓડેદરાનું નામ આપ્યુ હોવાની ચર્ચા વચ્ચે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરેલ અને બોરીચા પાટીયા પાસે ઓડેદરા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની વાડી પાસે દસથી પંદર પોલીસ જીપો ખડકાઈ ગયેલ હતી.

ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે સવારે 9 વાગ્યે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઈ જવાયેલ છે. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતુહલ જાગેલ હતુ. ભીમા દુલાની પુછપરછ ચાલી રહી છે.

પોલીસે વેહલી સવારે બોરીચા ગામે દરોડો પાડ્યો

પોરબંદરના બોરીચા ગામે આજે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોટા પોલીસ કાફલા સાથે વેહલી સવારે બોરીચા ગામે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે લાખોની રોકડ રકમ અને પ્રાણઘાત હથિયારનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા કુખ્યાત ભીમા દુલા ઓડેદરા સહિતના ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હોવાનું જણાવા મળી રહ્યું છે. આ બનાવને લઇ પોરબંદર પોલીસ બપોરના સમયે વિધિવત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિગત આપશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. પોરબંદર જિલ્લાના બોરીચા ગામે લાખોની રોકડ રકમ અને હથિયારનો મોટો જથ્થો મળી આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon