Vrushik Horoscope 2025, વૃશ્ચિક રાશિ, વાર્ષિક રાશિફળ 2025 : વૃશ્ચિક રાશિ માટે 2025 નિર્ણાયક અને પરિવર્તનકારી વર્ષ હશે. આ વર્ષ તમારા માટે સ્વ-વિકાસ, સંબંધોમાં...
પાટણના રાધનપુર તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન હાલતમાં છે. રાધનપુર તાલુકામાં ઓગસ્ટના અંતમાં વરસેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા અને ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફ્ળ જતાં વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ 600 હેકટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું
રાધનપુરના છાણીયાથર ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને ખેડૂતોએ વાવેતર કરેલા ખેતરમાં ભરાયેલ પાણીમાં ઉભા રહી સર્વેની માગ કરી છે. તમને જણાવી દઈએ કે છાણીયાથર ગામના ખેડૂતોએ 600 હેકટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ કપાસ, બાજરી, જુવાર, અડદ સહિત કઠોરના વાવેતર કરેલ પાકમાં આફત રૂપી વરસાદે પાક નિષ્ફ્ળ કર્યો છે.
સર્વે કરી સહાય ચૂકવવાની માગ સાથે ખેડૂતોનો વિરોધ
ત્યાર હાલમાં પણ વરસાદના વિરામ બાદ આજે પણ ખેતરોમાં દરિયાની જેમ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ કરેલા વાવેતર પાછળનો તમામ ખર્ચ પણ વરસાદમાં ધોવાઈ ગયો છે અને ખેડૂતોના મોટો આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા સત્વરે સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી માગ સાથે ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા કહ્યું છે કે આ વખતે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યમાં નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 10થી 13 ઓક્ટોબર સુધી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો
બીજી તરફ ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ નજીક નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે. હાલમાં નર્મદા નદી 19.87 ફૂટની સપાટીએ વહી રહી છે અને ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી નદીમાં 3.25 લાખ ક્યુસેક પાણી છોડાયું અને ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક 4.38 લાખ ક્યુસેક નોંધાઈ છે. ત્યારે હાલમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.