- શિવલિંગમાંથી સ્વયંભુ અવિરત સતત જળ વહ્યાં કરે છે
- શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાથે આવશે
- શહેરાના પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવના શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
શહેરાના પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવના દર્શનનું શ્રાવણ માસમા વિશેષ મહત્વ રહેલું છે દેવાધિદેવ મરડેશ્વર મહાદેવના શિવલિંગ માંથી સ્વયંભુ અવિરત સતત જળ વહ્યા કરે છે .પ્રતિવર્ષ આ શિવલિંગ ચોખા ના દાણા જેટલું શિવરાત્રીની રાત્રી એ વધતુ હોવાની પણ લોક માન્યતા છે.અહી શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો મોટી સંખ્યામા દર્શનાથે આવતા હોય છે.
ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર પાલીખંડા ખાતે હાઈવે માર્ગ ને અડીને મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મરડેશ્વર મહાદેવના મંદિરનુ શ્રાવણ માસ મા ખાસ મહત્વ રહેલું છે.શ્રાવણ મહિનામાં મંદિરમાં પૂજા અર્ચન કરવા અને દર્શનાર્થે મોટી સંખ્યામા ભક્તો નો પ્રવાહ શરૂ રહેવા સાથે હર… હર… મહાદેવ ના નાંદ થી મંદિર ગુંજી ઊઠતુ હોય છે આ મરડેશ્વર મહાદેવ નું સ્વયંભુ શિવલિંગ પ્રતિવર્ષ શિવરાત્રી ની રાત્રી એ ચોખાના દાણા જેટલું વિકાસ પામી રહ્યું છે. ઓમની પ્રતિકૃતિ સતત ગંગાજળનું વહેણ (જલાધારિ) ધરાવતું અને 8 ફૂંટ ઉંચાઇ અને 8 ફૂંટ પહોળા અને રુદ્રાક્ષ જેવી ભાત ધરાવતુ આ એક માત્ર શિવલીંગ છે.વિવિધ મહાત્મ્ય વચ્ચે શહેરાના પાલીખંડા સ્થિત મરડેશ્વર મહાદેવ સ્વંયભૂ શિવલીંગ અનેરો મહિમા ધરાવે છે.
ચાર યુગના ચાર ખંડ (ભાગો)માં વહેંચાયેલું સ્વંયભૂ શિવલીંગ હાલમાં કળીયુગના ભાગ (ખંડ)માં વિકસીત થઇ રહ્યું છે જેનો વિકાસ પૂર્ણ થઇ મંદિરની છત સુધી પહોંચશે ત્યારે પુનઃ સત યુગનો પ્રારંભ થશે એવી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. વિવિધ લોકવાયકા અને વાસ્તવિકતાઓ વચ્ચે આ ચમત્કારિક શિવલીંગ સ્વંય શંકર ભગવાનની પ્રતિતી કરાવે છે.સ્વયંભુ પ્રાચીન શિવલિંગ હોઈ અહી પ્રાર્થના અને દર્શન કરવાથી સર્વ મનોકામના મહાદેવ ની કૃપા થી પૂર્ણ થતી હોવાનું ઘણા ભક્તો ને અનુભવ છે. શ્રાવણ માસમા અહી દુર દુરથી શ્રદ્ધાળુઓ આવી દેવાધી દેવ મહાદેવ ના ભવ્ય શિવલિંગ ના દર્શન કરી ભવ્યતા અને પરમ શાંતિ નો અનુભવ કરે છે શ્રાવણ માસમા મંદિર ખાતે જન્માષ્ટમીનો ભવ્ય મેળો પણ ભરાય છે. આ મેળામાં સ્થાનિક જીલ્લા સહિત દુર દુર થી અહી મેળો માળવા માટે આવતા હોય છે. વર્ષ દરમિયાન હાઈવે માર્ગ પરથી વાહન લઈને પસાર થતા શિવ ભક્તો ગમે એટલી ઉતાવર હોય તો પણ મરડેશ્વર મહાદેવ સ્વયંભુ શિવલિંગના દર્શન કરવાનું ચુકતા નથી.અનેક શિવ ભક્તોની સંતાન, લગ્ન સહિત મનમાં લીધેલ દરેક મનોકામના દેવાધિ દેવ મહાદેવ પૂર્ણ કરતા હોય છે. સ્વયંભુ પ્રાચીન શિવલિંગ હોઈ અહી દર્શન કરવાથી જ્યોતિર્લીંગના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોઈ દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે ચમત્કારિક શિવલીંગ સ્વંય શંકર ભગવાનની પ્રતિતી કરાવે છે.