- અસહ્ય ગરમી વચ્ચે ગાદલાનો સહારો લઇ ચાની ચૂસકી પણ મતદાતાઓએ લીધી
- ગાદલા માથે ઓઢી લઈ અને ગરમીના તાપ વચ્ચે પણ મતદાન કરવા અડગ રહ્યા
- જિલ્લામાં રસાકસી ભર્યા માહોલ વચ્ચે મતદારોએ મુશ્કેલી વેઠીને પણ મતદાન કર્યું હતું
બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી હતી જેમાં એકતરફ અંગ દઝાડતી ગરમીના પ્રક્રોપ વચ્ચે પણ થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ગરમીના પ્રક્રોપથી મતદાન કેન્દ્રો પર મતદારો અડગ રહીને મતદાન કરવા માટે ગરમીથી બચવા નજીકમાં પડેલા માથે ઓઢી લઈ અને મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં ગરમી અને આકાશમાં સુર્યની ગરમીના કારણે ધગધગતા તાપમાં બહાર નીકળવું પણ મુશ્કેલ હતુ તેવા સંજોગોમાં પણ લોકો મતદાન માટે બહાર નીકળ્યા હતા અને કેટલાક મતદારો તો છાયડો ન મળવા છતા પણ તાપમાં ઉભા રહીને પણ મતદાન કર્યું હતું. ત્યારે થરાદ તાલુકામાં લુવાણા કળશ ગામમાં સૂર્યના તાપના કારણે મતદારો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અને નજીકમાં કોઈ છાયડાની વ્યવસ્થા ન હોવાથી મતદારો અકળાયા હતા ત્યારે મતદાન કેન્દ્રમાં સ્ટાફ માટે લાવવામાં આવેલા ગાદલા પડેલ હતા તે ઉઠાવીને માથા પર ઓઢી લીધા હતા અને ગજબ કિમીયો અજમાવી અને ગરમીથી બચવા ગાદલા માથે રાખી અને લાઈનનમાં ઉભા હતા અને મતદાન કર્યા બાદ જ તેઓ બાર નીકળ્યા હતા આમ બનાસકાંઠાના રાજકારણમાં પ્રથમવાર આવી ઘટના જોવા મળી છે અને મતદારોની મકકમતા પણ પ્રથમવાર જ જોવા મળી હતી. જિલ્લામાં રસાકસી ભર્યા માહોલ વચ્ચે મતદારોએ મુશ્કેલી વેઠીને પણ મતદાન કર્યું હતું.