- લગ્ન પ્રસંગમાં ભોજનથી ફૂડ પોઇઝનની અસર
- 200 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
- 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ
પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં લગ્ન પ્રસંગમાં ભોજનથી 300થી વધુને ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. તેમજ 100 બાળકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. તથા 200 જેટલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ છે.
100 લોકોને સામાન્ય અસર થઇ
ફૂડ પોઇઝનિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં પાલીતાણા ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. જેમાં 100 બાળકોનો સમાવેશ થાય છે. પાલીતાણાના તળાવ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનની ઘટના બની છે. જેમાં 200થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 100 લોકોને સામાન્ય અસર થઇ છે.
ચિકન-બિરયાની જમ્યા બાદ ફૂડ પોઇઝનની ઘટના બની
લગ્ન પ્રસંગમાં ચિકન-બિરયાની જમ્યા બાદ ફૂડ પોઇઝનની ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી છે.