બનાસકાંઠાનાં પાલનપુરમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાય ગયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને પાલનપુરનાં કિર્તિસ્તંભ વિસ્તારમાં પાણી ભરાય જવાના કારણે બેટમાં ફેરવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદને લઈને પાલનપુરમાં જાહેર રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
પાલનપુરમાં વરસાદને લઈને જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે આ વરસાદી પાણી ભરાય જવાના લીધે પાલિકાની પોલ ઉઘાડી પડી છે. સાથે જ પાલનપુરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાય ગયા છે. જેને લઈને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.