યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના મેળાના છઠ્ઠા દિવસે – માંઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આમ ભાદરવી પુનમનામહામેળામાં દુરદુરથી અવતા માંઈભક્તોની પદયાત્રા પૂર્ણ થતાં રસ્તોઓ સુમસામ બન્યા છે.
આજે ભાદરવી પુન નિમિત્તે દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે તેવી વકી છે.આજે છઠ્ઠા દિવસે અંબાજી ખાતે મંદિર પરીસરમાં ત્રિશુળ સાથે ડ્રોન ઉડાડી અને પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા આરાસુરી અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલ ભાદરવી પુનમના મેળામાં શરૂઆતના બે દિવસ દરમ્યાન ભાવિકોની સંખ્યા ગત વર્ષના પ્રમાણમાં ઓછી જોવા મળી હતી.ત્યારે ત્રીજા દિવસે બપોર બાદ માંઈભક્તોનો ધસારો વધ્યો હતો.અને ત્રણ દિવસ દરમ્યાન અંબાજીના માર્ગ જય અંબેના ઘોષથી ગુંજી ઉઠયા હતા.અને રાત દિવસ માંઈભક્તોના મહેરામણથી અને સેવાકેમ્પના આયોજકો દ્વારા કરાયેલા સુંદર આયોજનનને કારણે લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જામ્યો હતો.ત્યારે મેળાના છ દિવસ ક્યાં વિત્યા તેની ખબર પણ ના પડી.અને અંબાજી ધામ રોશનીથી ઝગમગી ઉઠયુ હતુ.અને માંઈભક્તોના મહેરામણને કારણે અંબાજીમાં પગ મુકવાનીય જગ્યા નહોતી.તેવા સમયે પણ લાખો ભાવિકોને દર્શન કરવાથી માંડીને ભોજન પ્રસાદ અને પીવાના પાણીની સુવિધા મળી હતી.તેને ભાવકો માતાજીની કૃપા જ માની રહ્યા છે.અંબાજી આવેલા યાત્રીકોનો થાક ઉતરી જાય તેવા ભક્તિ સભર અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા કેટલાક વીઆઈપીઓની સરભરા માટે અધિકારીઓની ટીમ સરકીટ હાઉસ અને મંદિર ખાતે તૈનાત રાખવામાં આવી હતી ત્યારે આમ પ્રજાની મુશ્કેલી સાંભળવા માટે કોઈનેય ફુરસદ ન હતી.વળી સરકારી વાહનોમા અધિકારીઓના પરિવારજનો અને સગા સ્નેહીઓને દર્શન કરાવવા માટે સરકારી વાહનો દોડી રહ્યાની પણ લોકોએ નોંધ લીધી હતી.ત્યારે આજે અંતિમ દિવસે તંત્રના અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા માતાજીને ધજા ચડાવી અને સુખરૂપ મેળો સંપન્ન થતાં માતાજીને ધજારોહણ કરવામાં આવશે.
શક્તિપીઠ અંબાજી ખાતે 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે. લાખો માઈભક્તો કઠિન પદયાત્રા કરી મા અંબાને શીશ નમાવ્યું છે.દૂર દૂરથી ચાલી આવતાં પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે.ત્યારે સમગ્ર મેળા દરમ્યાન શ્રદ્ધા ળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે.મેળાના છઠ્ઠા દિવસે આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈભક્તો પર પુષ્ણવર્ષા વરસાવવામાં આવી હતી.મા અંબાના આર્શીવાદથી મેળાના છ દિવસ નિર્વિધ્ને પૂર્ણ થયા છે.ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈભક્તોને માનવ મહેરામણમાં અંબાજી ખાતે ઉમટયો હતો.શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપુરથી અંબાજી રળિયામણું બન્યું હતું.આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઈભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.આ પુષ્પવર્ષાથી માઈભક્તો પુલકિત થઈ ઉઠયા હતા ચાચર ચોકમાં જય અંબેના નાદથી છવાયો હતો. કલેક્ટરના હસ્તે શ્રી યંત્રની સ્તુતિનું વિમોચન કરાયું મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેંકડો માઈભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતાં સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠયો હતો.
શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે, આ સ્તુતિથી કરોડો માઇભકતોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધા ળુઓની આસ્થાને નવી ઊર્જા પૂરી પાડશે. કોઈપણ શ્રી યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે. આદ્ય શકિત જેમાં વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિથી શકિતપીઠ અંબાજી ખાતે શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે.
જે અંબાજી શકિતપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે.જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું કે, શ્રી યંત્રની ગૂઢ અને ગુપ્ત રહસ્મય શકિતને સાદી સરળ ગુજરાતી ભાષામાં સ્તુતિ સ્વરૂપે રચવાની પ્રેરણા મા અંબાએ આપી છે. મા અંબાની અનન્ય કૃપાદ્રષ્ટિ અને પ્રેરણાથી જ આ સ્તુતિ રચવામાં આવી છે.
યાત્રિકનું હૃદયરોગના હુમલાથી મોત
અંબાજી નજીક માઈભક્તને એટેક આવતા મોત. દાંતાના અશોકભાઈ દરજી ચાલતા અંબાજી આવતા હતા. ત્યારે રસ્તામાં મોત નીપજ્યું.સેવા કેમ્પમાં ચા પીવા બેઠા હતા ત્યારે ઢળી પડયાં. પાનસા ગામ નજીક છાતીમાં દુખાવો ઉપાડતા ગભરામણ થતા ઢળી પડયાં.સાથેના મિત્રો હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.ડોક્ટર દ્ધારા મૃત જાહેર કરવામાં આવ્યા. લાશનું પીએમ કરીને ત્યારબાદ ઘરવાળાને બોડી આપવામાં આવશે. ભાદરવી મહાકુંભમાં પ્રથમ બનાવ હદય હુમલાથી માઈભક્તોનું મોતનો કરુણ બનાવ.પરિવારમાં શોક છવાયો. અંબાજી આધ્ય શક્તિ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.