સાબરકાંઠા એલસીબીની ટીમે બાતમીના આધારે વડાલી નજીક વોંચ ગોઠવી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક પીકઅપ ડાલાને ચાલક સાથે ઝડપી લીધો હતો.પીકઅપ ડાલાના ગુપ્ત ખાનામાં સંતાડેલા રૂપિયા 90 હજારની કિંમતના 720 બીયરના ટીનના જથ્થા સહિત કુલ રૂપિયા 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વડાલી પોલીસ મથકમાં 3 શખ્સો વિરૂધ્ધ નોંધાઇ હતી.
મળતી માહિતી અનુસાર, એલસીબી પીએસઆઇ અને સ્ટાફ ભાદરવી પૂનમને લઈને પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મળેલ બાતમી આધારે વડાલી પાસે રામજી બાપા શારદા મંદિર પાસે રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને ખેડબ્રહ્મા તરફથી વડાલી તરફ આવતું પીકઅપ ડાલા નંબર જીજે.09.એ.યુ.8969 રોકીને પાછળના બોડીના ભાગે જોતા પતરાની નીચે ગુપ્ત ખાનું બનાવેલ હતું. જેમાંથી બિયરના 720 ટીન રૂપિયા 90 હજારનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી કુલ રૂ.5,95,000નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સરતાનભાઈ નાગજીભાઈ મોતીભાઈ રબારી (ઉ.વ.26), (રહે.કઠવાવડી,રબારી ફળિયું,તા.વિજયનગર, જિ.સાબરકાંઠા)ને ઝડપી લીધો હતો. આ ઉપરાંત વડાલી પોલીસ મથકમાં બલીચા ઠેકાના સેલ્સમેન પીન્ટુ ઉર્ફે પ્રકાશ મોહનલાલ પુરબીયા (રહે.આર.કે.સર્કલ,સેલિબ્રેશનમોલની સામે,ઉદેપુર,રાજસ્થાન, ડાલામાં બીયર ભરી આપનાર), મનોજ ઉર્ફે ભુરીઓ રસિકભાઈ રાજપૂત (રહે.કમળા,ભરવાડ વાસ,તા.નડિયાદ) તથા પીકઅપ ડાલાના ચાલક સરતાનભાઇ નાગજીભાઇ મોતીબાઇ રબારી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.