રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક સ્થળોએ તારાજી સર્જાઈ છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે દીવાલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. લુણાવાડામાં ખેતીવાડી કચેરીની દીવાલ ધરાશાયી થઈ છે. તો ખાનપુર-લીમડિયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે.
મહીસાગરમાં ભારે વરસાદને લઇ દીવાલ અને વૃક્ષો ધરાશાયી
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાંટા ગામની પ્રાથમિક શાળાની દીવાલ ધડાકાભેર ધરાશાયી થતા શાળામાં દોડધામ મચી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ભારે વરસાદ વરસતા આ દીવાલ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મકાનની દીવાલ ધરાશાયી થતા 8 લોકોનો આબાદ બચાવ
ગોધર ગામે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. જેમાં 8 લોકોનો આબાદ બચાવ થયો છે. પરિવાર સાથે 8 લોકો ઘરમાં હતા ત્યારે ચાલુ વરસાદમાં મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
લુણાવાડમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળઆ વિસ્તારમાં પાણી ભરાયા
લુણાવાડામાં ગત રાત્રીથી ભારે વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સાથે સાથે શહેરમાં નીચાણાવાળા વિસ્તાર તેમજ દુકાનોમાં પાણી ભરાયા છે. મહત્વની વાત છે કે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતના પાકને નુકસાન થયું છે. લુણાવાડામાં સવારના 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં લગભગ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.