- મુન્દ્રાની શાળામાં ઇદની ઉજવણીને લઈ વિવાદ
- મુન્દ્રાની ખાનગી શાળાનો વીડિયો સામે આવ્યો
- સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ અપાયા
મુન્દ્રાની શાળામાં ઇદની ઉજવણીને લઈ વિવાદ થયો છે. જેમાં હિન્દુ બાળકોને નમાઝ શીખવાડતા વિવાદ વકર્યો છે. મુન્દ્રાની ખાનગી શાળાનો વીડિયો સામે આવ્યો છે. તેમજ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ અપાયા છે.
સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ અપાયા
શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. જેમાં પ્રા.શિક્ષણ નિયામકને સાંજ સુધી રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે. તથા ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ રિપોર્ટ કરવાનો રહેશે. દેશભરમાં ગઇકાલે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતના કચ્છમાંથી બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે, કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મુન્દ્રાની ખાનગી શાળાનો વીડિયો સામે આવ્યો
વીડિયો કચ્છમાં આવેલી મુન્દ્રાની ખાનગી શાળા પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સનો છે, જ્યાં ગઇકાલે બકરી ઇદના તહેવારની ઉજવણી દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે, શાળાના આવા કૃત્ય બાદ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. ખાસ વાત છે કે, વીડિયોમાં પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના ધોરણ 5ના વિદ્યાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યુ હતુ.
કિડ્સ કિંગડમ સ્કૂલમાં નાનાં બાળકો દ્વારા બકરી ઇદની ઉજવણી
મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી કિડ્સ કિંગડમ સ્કૂલમાં નાનાં બાળકો દ્વારા બકરી ઇદની ઉજવણી ગુરુવારે કરવામાં આવી હતી. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આજે સ્કૂલ સામે હિન્દુ સંગઠનોએ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આજે સવારે 9 કલાકે જિલ્લાનાં તમામ હિન્દુ સંગઠનો રાધનપુર રોડ પર આવેલ કિંગ કિંગડમ સ્કૂલમાં આવી પહોંચ્યાં હતાં. જ્યાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સમગ્ર મામલે 9 કલાકે હિન્દુ સંગઠનોએ આ મામલે સ્કૂલ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.