Nadiad શહેરમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

HomeNadiadNadiad શહેરમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ખેડા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ આવ્યો
  • ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • નડિયાદ શહેરમાં વરસાદથી વીજળી ગૂલ થઇ

નડિયાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. જેમાં ખેડા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં ખેડા, નડિયાદ, વસો, માતરમાં વરસાદ પડ્યો છે. તેમજ લીંબાસી, મહેમદાવાદમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તથા મહુધા, કણજરીમાં વરસાદ આવ્યો અને નડિયાદ શહેરમાં વરસાદથી વીજળી ગૂલ થઇ છે.

સીઝનનો પહેલો અને ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

નડિયાદ શહેરમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમાં ખેડા જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ખેડા, નડિઆદ, વસો, માતર, લીંબાસી, મહેમદાવાદ, મહુધા, કણજરીમાં વરસાદ ખાબક્યો છે. બપોરે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ વીજળી ગૂલ થઇ છે. ભારે પવન ફૂંકાયા બાદ રાત્રે 10 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઇ છે. સીઝનનો પહેલો અને ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના

વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી છુટકારો મળતા હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ વરસાદ આવવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતુ આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon