હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી બરાય ગયા હતા.
નડિયાદના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ
લાંબા સમયના વિરામ બાદ નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગઇકાલ મોદી રાતથી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. જેમાંઅંદાજે સદા પાંચ ઇંચ વરસાદ નડિયાદમાં જોવા મળ્યો હતો. ત્યારે નડિયાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
પાણી ભરાતા લોકોને હાલાકી
નડિયાદમાં અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે નડિયાદને પૂર્વથી પશ્ચિમને જોડતા તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થયા છે. શ્રેયસ ,ખોડિયાર ,માઈ મંદિર તેમજ વૈશાલી ગરનાળામાં પાણીઓ ભરાય ગયા હતા. ત્યારે ગરનાળામાં પાણી ભરાય જવાન કારણે લોકોને ચારથી પાંચ કિલોમીટર સુધી ફરીને જવું પડી રહ્યું છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.