- પોલીસે નાકાબંધી કરી બે શખ્સોને ઝડપ્યા
- ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
- રાજસ્થાનના ઓશિયા તાલુકામાં 176 બોરી ડિલિવરી કરવાનું પકડાયેલા શખ્સોએ કબૂલ્યું
ધાનેરાની નેનાવા ચેકપોસ્ટથી ચેકિંગ દરમીયાન રાજસ્થાન તરફ જતા ટ્રેલરની રોકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડેલો પોસડોડાનો જથ્થો ઝડપાઈ ગયો હતો. કુલ 176 બોરી પોપડોડા કિ.રૂ.79.67 લાખ અને ટ્રેલર મળી કિ.રૂ.1.51 કરોડના મુદ્દામાલ સાથે રાજસ્થાના બે શખ્સોની અટકાતય કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફ જતાં ટ્રેલરને રોકી પોલીસે ચાલકની પૂછપરછ કરી હતી. શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ.1.51 કરોડનો કુલ 176 બોરી પોષડોડાનો જથ્થો જોઈ ચોંકી ઉઠી હતી. આ અંગે એફએેસએલની ટીમને જાણ કરતાં સ્થળ પર આવી રૂ.79.67 લાખનો 176 બોરી પોષડોડાનો જથ્થો ટ્રેલર ટ્રક અને મોબાઈલ મળી રૂ.1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેલર ચાલક પ્રેમકુમાર ભિયારામ જાટ અને મનસુખ રૂપાજી વિષ્નોઈ રહે. રાજસ્થાનને ઝડપી લીધા હતા. આ જથ્થો રાજસ્થાનના ઓશિયા તાલુકાના લહોટ ગામના જીતુ વિશ્નોઈને આપવાનો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મહારાષ્ટ્રમાંથી રાજસ્થાન લઈ જતાં નશીલા પદાર્થને હેરાફેરીનો પર્દાફાશ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.