ઓખાના દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાતા પાકિસ્તાની કનેક્શન ખુલ્યું

HomeOkhaઓખાના દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાતા પાકિસ્તાની કનેક્શન ખુલ્યું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ATS અને કોસ્ટગાર્ડે દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતુ
  • 5 ક્રુ મેમ્બર અને ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઓખા લાવવામાં આવ્યા
  • વિવિધ સુરક્ષા એજન્સીઓ અને ATS આરોપીઓની કરશે પૂછતાછ

ઈરાની ક્રુ મેમ્બર અને બોટને ઓખા લાવવામા આવ્યા છે. જેમાં ATS અને કોસ્ટગાર્ડે દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતુ. તેમાં 5 ક્રુ મેમ્બર અને ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઓખા લાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ અને ATS આરોપીઓની પૂછતાછ કરશે.

ડ્રગ્સ પકડયા મામલે એટીએસની ટીમે તપાસ કરતા પાકિસ્તાની કનેક્શન ખુલ્યું

ઓખાથી 340 કિલોમીટર દૂર સોમવારે મોડી રાત્રે પાંચ ઇરાની પાસેથી રૂ. 427 કરોડનું 61 કિલો ડ્રગ્સ પકડયા મામલે એટીએસની ટીમે તપાસ કરતા સામે આવ્યુ કે, પાકિસ્તાનના પશની બંદરથી બોટમાં 59 પેકેટમાં કુલ 61 કિલો ડ્રગ્સ ભરીને મોકલ્યુ હતુ. આરોપીઓએ ડ્રગ્સ ઉત્તરભારતમાં ડ્રગ્સ માફિયાને આપવાનું હોવાનું સામે આવ્યુ છે. ઓગસ્ટ વર્ષ 2021થી અત્યાર સુધીમાં NDPS કેસમાં 46 પાકિસ્તાની, 3 અફઘાની, 7 ઇરાની, 1 નાઇજરીયન અને 37 ભારતીય મળીને કુલ 94 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કોસ્ટગાર્ડને જોઇને ઇરાની બોટ પાકિસ્તાન તરફ ભાગી

ઇરાનના ચાબહાર બંદરેથી ભારત પાકિસ્તાન IMBL નજીક ઓખાથી 185 નોટિકલ માઇલ દુર ભારતીય જળસીમામાં ઇરાની બોટમાં આવવાની હોવાની બાતમી એટીએટની ટીમને મળી હતી. આથી એટીએસની ટીમ દ્વારા સમગ્ર હકિકતની જાણ ભારતીય કોસ્ટગાર્ડને કરી હતી. આથી કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા સોમવારે સાંજથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. કોસ્ટગાર્ડ દ્વારા બે ફાસ્ટ પેટ્રોલીંગ બોટ, ICGS મીરા અને અભિકને ઓપરેશનમાં જોડવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડને જોઇને ઇરાની બોટ પાકિસ્તાન તરફ ભાગવા જતી હતી ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઇરાની બોટને ચારેય તરફથી ઘેર લીધી હતી. બાદમાં બન્ને એજન્સી દ્વારા બોટમાં તપાસ કરવામાં આવતા મોહિસન અયુબ બલોચી,અસગર રિયાજ બલોચી, ખુદાબક્ષ હાજીહાલ બલોચી, રહિમબક્ષ મૌલાબક્ષ બલોચી અને મુસ્તફા આદમ બલોચી એમ આ પાંચેય ઇરાની શખ્સો મળી આવ્યા હતા. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon