- રૂા.2.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- આરોપી ને ઝડપી પાડી તેની વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુનો નોંધાયો
- પોલીસે આરોપી ની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી
ગોધરા એસ.ઓ.જી. પોલીસે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામેથી ખેતરમાં ઉગાડેલા વનસ્પતિ જન્ય લીલા ગાંજા નાં 47 છોડ(28.90 કી.) જેની કિંમત રૂ.2,89,000 નાં મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડી તેની વિરૂદ્ધ રાજગઢ પોલીસ મથક ખાતે NDPS એકટ મુજબ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ ને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ઘોઘબા તાલુકાના ગોદલી ગામે કાચલી ફ્ળિયું(ખાઈ ફ્ળિયું)માં રહેતા ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીઆ નાં કબ્જા ભોગવટા વાળા ખેતરમાં લીલો ગાંજો ઉગાડેલો છે. જે બાતમી આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ ખેતર માલિક ને સાથે રાખી ખેતરમાં તપાસ કરતા ખેતરમાંથી વનસ્પતિ જન્ય લીલા ગાંજા નાં 47 છોડ મળી આવ્યા હતા.
જેનું વજન કરતા 28.90 કિલો થવા પામ્યું હતું.જેની કિંમત રૂ.2,89,000 ગણી શકાય.ત્યારે પોલીસે આરોપી ની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ રાજગઢ પોલીસ મથક ખાતે NDPS એકટ મુજબ ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.