- એસ.ટી દ્વારા 44 એસ.ટી બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવાઈ
- જાહેરનામાને પગલે ભક્તોને એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી
- હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારના રોજ પોણો લાખ જેટલા માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે તેમજ વરસાદ બાદનો ડુંગર પરનો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા.
જોકે રવિવાર આમ રજા ના દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ હોય યાત્રાળુઓને પોતાના વાહનો વડા તળાવ પાર્કિંગ પ્લોટ માં તેમજ તળેટીના પાર્કિંગ પ્લોટ માં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી. જોકે એસ.ટી દ્વારા 44 એસ.ટી બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવવામાં આવતી હોય અને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હોય એસ.ટી. દ્વારા રવિવારે ની પરિસ્થિતિ ને એસ.ટી તંત્ર દ્વારા ધ્યાનમાં લઇ અગમચેતીના ભાગરૂપે અગાઉ થઈ થી એસ.ટી બસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો હોય એસ.ટી સુવિધા રાબેતા મુજબ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે 5.00 કલાકે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.
ઇન્સ્પેક્ટરની ટીમ રોપ વેની તપાસ માટે આવી
શુક્રવાર સર્જાયેલ ટેકનિકલ ખામીની ઘટના બાદ શનિવારના રોજ રોપ વે રાબેતા મુજબ ચાલ્યો હતો. જો કે રવિવારના રોજ ભક્તો લાંબી લાઈનોમાં ઊભા હતા. દરમિયાન ગાંધીનગરથી રોપવે ઇન્સ્પેક્ટરની ટીમ તપાસ અર્થે સવારના 10.30 કલાકે આવી પહોંચતા રોપ વે એક કલાક માટે બંધ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે.
એસટી વિભાગને રૂા. 6.32 લાખ ઉપરાંતની આવક
એસ.ટી નિગમ દ્વારા રવિવારની રજા દરમિયાન 44 જેટલી એસ.ટી બસો તળેટીથી માચી સુધી ચલાવવામાં આવી હતી. જેમાં ટ્રીપ અપડાઉન કરી 32 હજાર ઉપરાંત યાત્રિકોની હેરાફેરી કરી યાત્રાળુઓ એ બસમાં યાત્રા કરી હતી. જેના થકી એસટી વિભાગને રૂપિયા 6.32 લાખ ઉપરાંતની આવક થઈ હતી.