- પાલખી યાત્રા માટે તડામાર તૈયારીઓ
- નર્મદા આરતી અને રાત્રે લાઇટિંગનો નજારો જોવા મળશે
- મહાદેવના મંદિરથી નર્મદા ઘાટ સુધી લાઇટિંગ કરવામાં આવ્યું છે
પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિરે ભાતીગળ મેળાની શરૂઆત ચૈત્ર વદ તેરસથી શરૂ થઈ છે. ત્યારે ખાસ કરીને અમાસના દિવસે ભારે ભીડ થતી હોય છે ત્યારે અમાસના દિવસે ભારે ભીડ ઉમટે તેને શક્યતાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ખાસ કરીને શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે લાઈનમાં વધારવા માટે ઉપર મંડપ બનાવવામાં આવ્યો છે જેથી કરીને શ્રાદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહે તો તડકો લાગે, સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ થી લઈને ટ્રાફ્કિ પોલીસ પણ તેના જ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બન્યા બાદ નર્મદા નદી કિનારેના કોરિડોરનો વિકાસ કરવામાં આવ્યો છે.
મહાદેવના મંદિરથી નર્મદા ઘાટ સુધી લાઇટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે દરરોજનર્મદા ઘાટ વર નર્મદા મહાઆરતી થાય છે ત્યારે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મેળામાં આવનારા શ્રાદ્ધાળુઓને મહાદેવના દર્શન ની સાથે સાથે નર્મદા આરતી અને રાત્રી દરમ્યાનની લાઇટીંગ નો નજારો જોવા મળશે.
ત્યારે અમાસ ના દિવસે હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ અહીંયા ઉમટી પડે તેવી સંપૂર્ણ શક્યતાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરના વંશપરંપરાગત મહંત દેવેન્દ્ર રવિ શંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે શૂલપાણેશ્વર મહાદેવ ની પાલખી યાત્રા અમાસના દિવસે નીકળશે.
વર્ષોથી મેળામાં દાળિયાનું ખાસ મહત્વ
શૂલપાણેશ્વર મહાદેવને દેશી ચણામાંથી બનેલા દાંડિયાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. જેના કારણે વર્ષોથી શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે દાળિયા વેચવા આવતા મહારાષ્ટ્રના વેપારીઓ આ મેળામાં પણ દાળિયા વેચવા માટે આવ્યા છે તેઓ ચણામાંથી બનેલા દાળિયા અને સાથે સાથે ચણામાંથી બનેલી ધાણી પણ વેચે છે જે ખૂબ લોકો લઈ જાય છે કારણ કે આ પ્રકારનું ગુજરાતમાં ખાસ જોવા મળતા નથી.