એક યુવતી પોતાના લગ્ન બાદ મહેસાણા ખાતે પોતાની સાસરીમાં રહેતી હતી. જેના લગ્નના 5 વર્ષ થયાં હતાં. ત્યાં તેને સંતાનમાં 2 દીકરીઓ હતી. બન્ને દીકરીઓની જવાબદારી માથે આવતા મહિલાનો પતિ સામાન્ય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં પોતાને અસમર્થ માનતો હોઈ તેને નશાખોરી કરવાનું શરૂ કર્યું હતું. પોતાની જવાબદારીઓમાંથી છટકી પાછી પાની કરનાર પતિએ પત્ની સાથે રોજ ઘર કંકાસ કરવાનું અને પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પતિ રોજ ડ્રગ્સ અને દારૂનો નશો કરી ઘરે આવી મહિલાને માર મારતો હતો. પોતાની પત્નીને ધમકાવી તે તેની પાસે પોતે મારે રહેવું નથી, પતિ થી છૂટું લેવું છે અને મારે મરી જવું છે જેવા વાક્યો બોલાવી વીડિયો બનાવતો હતો. જે વીડિયો તે તેની પત્નીના પિયરમાં મોકલી તેની બદનામી કરતો.અને કહેતો કે તમારી દીકરીને છૂટું લેવું કહી બદનામ કરતો હતો. તય એક રાત્રે મહિલાને તેના પતિએ માર મારી બન્ને દીકરીઓ સાથે ઘર માંથી કાઢી મૂકી હતી. જેથી મહિલાએ પોતાના લગ્ન કરાવનાર મોરવાઈને કોલ કરતા તેઓએ આવી મહિલા અને તેની બન્ને દીકરીઓને મહિલાના પિયરમાં લઈ ગયા હતા. પિયરમાં રહેતી પત્નીને પોતાની 2 દીકરીને ઉછેર, પતિની જવાબદારીઓ મનમાં સતાવતી હોઈ તેને 181માં કોલ કરી પોતાની સમસ્યા બતાવી હતી. જેથી 181 દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ તે મહિલા મહેસાણા ખાતેના મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી હતી.
મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આધારે ત્યાં હાજર કાઉન્સેલર નીલમ પટેલે મહિલાના પતિ અને સાસરિયાઓને બોલાવી કાઉન્સેલિંગ કરતા મહિલાના પતિને પરિવારમાં દિકરીઓનું મહત્વ સમજાવતા તે પીગળી ગયો હતો. જ્યારે દીકરીઓ અને પરિવારના આર્થિક ભારણને પહોંચી વળવા માટે સરકારી યોજનાઓની માહિતીઓ આપી તે અંગેના ફોર્મ ભરાવી આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ્ તેની જે કઈ આવક હોય તે આવક માંથી ખોટા ખર્ચ ન કરી એક આયોજન બંધ બચત કરી પરિવાર સાથે સારું અને સુખી જીવન જીવવા માર્ગદર્શન કરાયું હતું.
જે બાદ પતિએ તેની સાસુ પત્નીને વારંવાર ફોન કરતા તેમના ઘરમાં કંકાસ થતો હોવાનું કહેતા મહિલાની માતાને પણ દીકરીનું ઘર થાય માટે દીકરીને ખૂબ ફોન ન કરવા સમજવામાં આવ્યું હતું. અંતે બન્ને પક્ષે કાઉન્સેલિંગ બાદ સમજદારી દાખવી એક બીજા સાથે સુખદ સમાધાન કરી પરિવાર સાથે જોડાયેલા રહેવાની ભાવનાઓનો સેતુ બાંધ્યો હતો.