ગાંધીનગર: ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકારે અનેક કડક પગલાં લીધા છે. PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ રાજ્ય સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબોને 2.65 કરોડ લાભાર્થીઓએ 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે. આ યોજનાનો ઉઠેલી ફરિયાદોના કારણે 2024થી અત્યાર સુધીમાં આપણે 10થી વધારે હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અને દંડની કાર્યવાહી કરી છે.
કાર્ડિયોલોજીની સેવામાં સુધારો
મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મહત્ત્વની સૂચના આપતા જણાવ્યુ કે, PMJAY યોજના હેઠળ મહત્ત્વની ચાર પ્રકારની સારવાર છે તેમાં એસઓપી નક્કી કરી છે. આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિઓ થોરાસિસ્ટ સર્જન સાથે કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલટન્ટ માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક છે. હોસ્પિટલોને એન્જિયોપ્લાસ્ટિ સીડી બનાવવી અને આપવી પણ ફરજિયાત કરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.
કેન્સરની સારવારમાં સુધારો
આ સાથે આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે, કેન્સરની સારવારમાં સુધારો કરવામાં આવ્યો છે. કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓનકોલોજિસ્ટ, સર્જીકલ ઓનકોલોજિસ્ટ અને રેડિયેશન ઓનકોલોજીસ્ટની સયુંકત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય દરદીની ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે. કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડીયેશન થેરાપીમાં સારવાર પેકેજની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે, મહિલાઓમાં જોવામાં આવતા ગર્ભાશય, યોનીમુખના કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ pm jay યોજના અંતર્ગત સારવાર આપવામાં આવશે.
નિયોનેટલ કેરમાં સુધારો
નિયોનેટલ કેર ખાસ કરીને બાળકોને icuમાં સારવારમાં પણ સુધારો કરાયો છે. Nicu /sncuમાં માતાની પ્રાયવસી સચવાય તે માટે cctv લગાવવામાં આવશે. THO દ્વારા NICUની મુલાકાત લઈ SHA ને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. બાળકોની સારવાર માટે ફૂલટાઈમ પીડિયાટ્રિશિયન ફરજિયાત કરવામાં આવશે. પિડીયાટ્રીક હોસ્પિટલ માટે ધારા ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.
નોંધનીય છે કે, PMJAY યોજના હેઠળ ગરીબો માટે મફત સારવારની વ્યવસ્થા છે, પરંતુ કેટલાક ખાનગી દવાખાના દ્વારા આ યોજનાનો ગેરવપરાશ થતો હોવાનું ખુલ્યું છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં જરૂરી ન હોય તેટલી એન્જીઓપ્લાસ્ટી કરાવવાનો ખુલાસો થયો હતો, જેમાં દર્દીઓને હેલ્થ કેમ્પના બહાને આકર્ષવામાં આવ્યા હતા અને છૂટી સારવાર આપીને નાણાંનો દુરૂપયોગ થયો હતો. બીજી બાજી આવી હોસ્પિટલો અનકે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર