- ડભોઇ ડિવિઝનની રેન્જ આઇ.જી.એ મુલાકાત લીધી
- ચોરાયેલી કે ગુમ થયેલી વસ્તુઓ લોકોને પરત અપાઈ
- રેન્જ આઈ જીની સત્તાવાર મુલાકાત ટાણેજ જિલ્લા પોલીસ વડા દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ડભોઇ ડિવિઝન ખાતે રેન્જ આઇ.જી. સંદીપસિંહની સત્તાવાર મુલાકાત ટાણેજ સેવાસદન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ડભોઇ પંથકની પ્રજાની જુની ચોરાયેલી ચીજ વસ્તુઓ મેળવવા માટે ધરમધક્કા ન ખાવા પડે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજરોજ રેન્જ આઈ.જી. સંદીપ સિંહની સત્તાવાર મુલાકાત દરમિયાન ડભોઇ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ સરળતાથી મળી રહે તે માટે પોલીસ સક્રિયતા પૂર્વક કામકાજ કરી રહી છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાનું ડભોઇ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા નાગરિકોની પોતાની ચોરાયેલી ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજ વસ્તુઓ સહી સલામત મળી રહે તે માટે પોલીસ દ્વારા ડભોઇ તાલુકા સેવાસદન ખાતેના સભાખંડમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને આ તમારી ચીજો છે જે તમને જ મળે એવી ભાવનાથી સહી સલામત અર્પણ કરવામાં આવી હતી. રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા અને દાખલા રૂપ કામગીરી કરવામાં આવી રહી છે. દુશ્મનોને ડામવા માટે ઉદાહરણ રૂપ કાર્ય હાલ પોલીસ કરી રહી છે અને નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ તબક્કે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પ્રત્યેક પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ હાજર રહ્યા હતા.