New IPO And Share Listing This Week: વર્ષ 2024ના છેલ્લા સપ્તાહમાં રોકાણકારોને 3 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. નવા આઈપીઓમાં 1 મેઇનબોર્ડ સેગમેન્ટ આઈપીઓ અને 2 એસએમઇ આઈપીઓ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 9 આઈપીઓમાં રોકાણ માટે આ સપ્તાહે છેલ્લી તક મળશે. આ સપ્તાહે શેરબજારમાં નવી 8 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે.
Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસ આઈપીઓ
યુનિમેક એરોસ્પેસ આઈપીઓ કંપનીનો આઈપીઓ 23 ડિસેમ્બર ખુલશે અને 26 ડિસેમ્બર બંધ થશે. 500 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 745 – 785 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 19 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર 31 ડિસેમ્બરે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિગં થશે.
Solar91 Cleantech IPO: સોલાર 91 ક્લીનટેક આઈપીઓ
સોલાર 91 ક્લીનટેક આઈપીઓ 24 ડિસેમ્બર ખુલશે અને 27 ડિસેમ્બર બંધ થશે. 106 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 185 – 195 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. શેર લિસ્ટિંગ BSE SME પર 1 જાન્યુઆરી 2025ના રોજ થશે.
Anya Polytech & Fertilizers IPO: અન્ય પોલીટેક એન્ડ ફર્ટિલાઇઝર આઈપીઓ
અન્યા પોલીટેક એન્ડ ફર્ટિલાઇઝર આઈપીઓ 26 ડિસેમ્બર ખુલશે. 44.80 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇશ 13 – 14 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 10000 શેર છે. 30 ડિસેમ્બર આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર લિસ્ટિંગ NSE SME પર 2 જાન્યુઆરી 2025ના રોજ થશે.
આ પણ વાંચો | વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર
નવી 8 કંપનીના શેર લિસ્ટિંગ થશે
વર્ષ 2024ના છેલ્લા સપ્તાહે શેરબજારમાં નવી 8 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. 24 ડિસેમ્બરે NACDAC ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર લિસ્ટિંગ BSE SME પર થશે. 26 ડિસેમ્બર NSE SME પર Identical Brains Studios લિસ્ટિંગ થશે. 27 ડિસેમ્બરે BSE અને NSE પર મમતા મશિનરી, ટ્રાન્સરેલ લાઇટિંગ, DAM કેપિટલ એડવાઇઝર્સ, કોનકોર્ડ એન્વાયરો, સનાથન ટેક્સટાઇલ શેર લિસ્ટિંગ થશે. તો NSE SME પર Newmalayalam Steel શેર લિસ્ટિંગ થશે.