Panchmahal: માત્ર બે રૂપિયામાં ભરપેટ ભોજન, દરરોજ 500થી વધુ ભૂખ્યાનું પેટ ઠારે છે આ સંસ્થા

HomeGodhraPanchmahal: માત્ર બે રૂપિયામાં ભરપેટ ભોજન, દરરોજ 500થી વધુ ભૂખ્યાનું પેટ ઠારે...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Prashant Samtani Panchmahal – કહેવાય છે કે, અન્નદાનએ સૌથી મોટું દાન છે. કારણ કે જ્યારે પેટની ભૂખ લાગી હોય છે, ત્યારે માનવી કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આખરે લોકો વેપાર, ધંધો , કામકાજ, સેવા , નોકરી વગેરે કરે છે, તેનો મુખ્ય હેતુ પેટ પાલવાનો જ હોય છે. ઘણી વખત લોકો પોતાની અને પોતાના પરિવારને ભૂખ પાલવા માટે ખોટા માર્ગે પણ વળી જતા હોય છે, તેથી જ કહેવત છે કે એક ભૂખ માનવીને કંઈ પણ કરાવી શકે છે . જેથી અન્નનું જીવનમાં ખૂબ જ મહત્વ છે, જો સમય પર માણસને અન્ન મળી જતું હોય અને તેમાં પણ જો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અન્ન મળી જાય , તો માણસ ખુદને નસીબદાર મહેસુસ કરે છે અને અન્નની પૂજા કરી, અન્ન દેવ તરીકે પૂજે છે.

ઘણી વખત બનતું હોય છે કે, પરિવારનો સભ્ય બીમાર હોય અને ગામડાનો વ્યક્તિ શહેરના સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો હોય, ત્યારે તેને ખોરાક માટે આમતેમ ભટકવું પડે છે. પોતાના સ્વજનની દેખભાળ કરે ,દવાખાનાના મોંઘા બિલો ભરે કે ,પછી ખોરાક લેવા જાય અને વળી પૈસાની પણ ઘણી અછત હોય, તેવા સમયે, જો કોઈ વ્યક્તિ ફરિશ્તાની જેમ સામેથી આવે અને ન જેવી રકમમાં ખોરાક પૂરું પાડે તો તે ખરું દાન ઘણી શકાય છે.

News18

આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર યાત્રિકો મુસાફરી અર્થે દૂર દૂરથી ગામે ગામથી નીકળ્યા હોય અને પોતાના બસ અથવા ટ્રેનની રાહ જોઈને ઉભા હોય, તે સમયે જો તેમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક મળી જાય તો , તેમને ભગવાન મળ્યો કહેવાય . તેવી જ રીતે ગોધરાના અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 22 વર્ષોથી ભૂખ્યા લોકોને સ્વાદિસ્ટ અને પોષ્ટીક ખોરાક પૂરું પાડવાની સેવા ચલાવવામાં આવી રહી છે .તો આવો જાણીએ શું છે અન્નપૂર્ણા ટ્રસ્ટની સંપૂર્ણ કહાની.!

ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ છે અન્નપુર્ણાની કહાની, આ સૂત્રને સાથે લઈને અન્નપૂર્ણા ટ્રસ્ટ છેલ્લા 22 વર્ષોથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અથવા દર્દીઓના સગાઓને , રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેશન પર દૂર દૂરથી આવેલા અને પોતાના વાહનની રાહ જોતા યાત્રિકોને , તેમજ એવા લોકો કે જેઓનું કોઈ ઘર નથી અને તેઓ રસ્તા પર જ રહે છે ,તેવા 500 થી વધુ લોકોને દિવસ અને સાંજે રોજનું પૌષ્ટિક ખોરાકની ડીસ 2 રૂપિયા જેવી સામાન્ય રકમમાં પૂરું પાડે છે.

News18

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ એ ઘણા લોકો માટે અન્નપૂર્ણાદેવી સમાન છે. જેમના માણસો લોકોને તેમના જ સ્થાને ખોરાક પૂરુ પાડવાની સેવા આપી રહ્યું છે .અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રવીણ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , પંચમહાલ જીલ્લાના ગોધરા નગરમાં છેલ્લા 22 વર્ષથી ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી , 2 રૃપિયામાં પૂરી પાડતી સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટ રોજ ના આશરે 400થી 500 લોકોને ભોજન પૂરું પાડે છે . આ ટ્રસ્ટની સ્થાપના 2000નીં સાલમાં કરવામાં આવી હતી , આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ એવા લોકોને ભોજન પૂરું પડવાનું છે , કે જેમની સંભાળ રાખવા વાળું આ દુનિયામાં બીજું કોઈ નથી .

News18

અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા સરકાર પાસેથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સહાયની માંગ કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોને વિના મુલ્યે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પોતે દાન ઉઘરાવીને આ ટ્રસ્ટની પ્રવુતીઓ કરવામાં આવે છે . અન્નપૂર્ણા ટ્રસ્ટની ટીમ રોજ બપોરે અને સાંજના સમયે તેમના સ્પેશિયલ વાહનમાં જઈ રેલ્વે સ્ટેસન, બસ સ્ટેસન,સિવિલ હોસ્પિટલ તથા અન્ય પ્રાઇવેટ દવાખાનાઓમાં દર્દીઓને ભોજન પહોચાડે છે .

News18

આ ટ્રસ્ટમાં ભોજન બનાવા માટે 5થી 6 બહેનોને પગારના ધોરણે રાખવામાં આવેલા છે, જે છેલ્લા 18 વર્ષથી , આ ટ્રસ્ટમાં જ સેવા આપી રહ્યા છે . ટ્રસ્ટની રસોઈમાં બનતું તમામ ભોજન આધુનિક મશીનો ધ્વારા બનાવામાં આવે છે તથા શુદ્ધ અને ઉંચી ગુણવતાયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે . ટ્રસ્ટમાં ભોજન મેનુમાં રોજ નવી નવી વાનગીઓ ઉમેરવાનો પ્રયાસ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે .જેમાં મુખ્યત્વે દાળ-ભાત,શાક-રોટલી,ખીચડી,મિષ્ઠાન,શીરો,મગ વગેરે વાનગીઓનો સમાવેશ થાય છે . ખરેખર આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવુતિ પ્રશંશનીય છે અને આ ટ્રસ્ટ અન્ય સંસ્થાઓ માટે પ્રેરણા રૂપ બન્યું છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400