ઠાસરા તાલુકાના વલ્લવપુરા ગામમાં મનરેગામાં લાખોનો ભ્રષ્ટાચારના આક્ષેપ

HomeDakorઠાસરા તાલુકાના વલ્લવપુરા ગામમાં મનરેગામાં લાખોનો ભ્રષ્ટાચારના આક્ષેપ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • મનરેગા યોજના હેઠળ કોન્ટ્રકાટર દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું
  • ભષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરશે તેમ જણાવાયું છે
  • માટી ખોદીને રોડ બનાવી દેવાયો હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરાયો છે

ઠાસરા તાલુકાના વલ્લવપુરા ગામના જાગૃત નાગરિક અને અરજદાર ફુલસિહ બલુભાઈ દ્વારા ઠાસરા તાલુકાના વલ્લવપુરા ગામમાં મનરેગામાં લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર થયો હોવા અંગે નડીઆદ કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી નડીઆદ તેમજ તાલુકા વિકાસ અધિકારી ઠાસરાને લેખીતમાં અરજી કરાઈ હતી. જે બાબતે આજદિન સુધી કોઇપણ પ્રકારની તપાસ હાથ ધરવામાં આન આવતાં અરજદાર મનરેગા યોજના હેઠળ થયેલા ભષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરશે તેમ જણાવાયું છે.

ઠાસરા તાલુકાના વલ્લવપુરા ગામથી મોરંઆબલી રોડ થઇ પોલસન ડેરી અને જુના આરાની સામે ખેતરમાં જવાના માર્ગ પર્વતભાઇ ચતુરભાઇના ઘરેથી ડાહ્યાભાઈ ચતુરભાઇના ખેતર સુધી સરકારી પત્રકમાં મેટલ-પત્થરનો રોડ દર્શાવાયો છે, હકીકતે તે રોડ આજે પણ માત્ર માટીનો બનેલો છે. આ રોડ મનરેગા યોજના હેઠળ બનાવાનો હોઇ મજુરોને કામે રાખવા પડે અને મજુરી ચુકવવી પડે. પરંતુ આમ ન થતાં માત્ર જેસીબીથી માટી ખોદીને રોડ બનાવી દેવાયો હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરાયો છે. આ બાબતે વલ્લવપુરા ગામના સરપંચ ચેતનકુમાર ચૌહાણ સાથે ટેલીફેનીક વાત કરતા તેવો જણાવે છે કે અમોએ પણ હજીસુધી જે પણ કામ કરેલ છે તે બીલો લીધા નથી અને રસ્તા જે બન્યો છે તે માટીનો જ બનેલ છે હાલ ગ્રામજનો દ્વારા જે આક્ષેપબાજી થઇ છે તે ખોટી છે, વલ્લવભપુરા ગામે મનરેગા યોજના હેઠળ ગ્રામ પંચાયતના તલાટી તેમજ બીજા અધિકારીઓ દ્વારા જેસીબી મશીન દ્વારા રોડનું કામ કરવામાં આવ્યું અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે વિજયભાઈ ચૌહાણે જણાવ્યું હતુંકે વલ્લભપરા ગામમાંથી કોઇપણ વ્યક્તિ મજુરી કામે ગયું નથી, મજુરના ખાતામાં મજુરીના નાણાં જમા થયા નથી માત્ર ખોટા રજીસ્ટર રજૂ કરી ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે. આ અંગે અમોએ ઠાસરા ટીડીઓ-ડીડીઓ ઉપરાંત નડિયાદમાં કલેકટરમાં રજૂઆત કરી હતી. મનરેગા હેઠળ મંજુર થયેલા કામ અંગેની વિગત દર્શાવતું બોર્ડ પણ ઉખાડી દેવાયું છે. તેમાં લખેલી રકમ પણ વાંચી ન શકાય તે રીતે ભુંસી નાખવામાં આવી છે.

હાલના તલાટી બ્રિજેશ ઠાકર જણાવે છે કે, વલ્લવપુરામાં મનરેગા યોજના હેઠળ જે રસ્તો બનાવામાં આવ્યો છે તે અગાઉના તલાટીએ કામ કરેલ હતું. હું તો એક વર્ષથી કામ કરી રહ્યો છું અને મારા ચાર્જમાં કોઈપણને કોન્ટ્રાક્ટ મનરેગા યોજના હેઠળ અપાયો નથી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon