12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેક્સ ઈન્સપેક્ટરની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
રાજ્યમાં આજે જીપીએસસી દ્વારા ટેસ્ક ઈન્સપેક્ટરની પરીક્ષા લેવામાં આવી.. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધુ.. ઉમેદવારોને પેપર એવરેજ લાગ્યું..
ફરી એક વાર યોજાયું ક્ષત્રિયોનું મહાસંમેલન
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શાંત પડ્યા બાદ ફરીવાર ક્ષત્રિયો એકમંચ પર આવ્યા છે. અમદાવાદના કુંજાડમાં આજે(22 ડિસેમ્બર) ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું છે. જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરાસદાર, કાઠી, કારડીયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા હતા.સંમેલનમાં આવનારા ક્ષત્રિયોના ID પ્રૂફ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા, ત્યારે મહાસંમેલનના મંચ પરથી રાજ શેખાવતે ધમકી આપતા કહ્યું હતું કે,પોલીસ પ્રસાશન કાન ખોલીને સાંભળી લો અમને મજબૂર ના કરો નહીં તો અહીંથી વિધાનસભામાં કૂચ કરી દઈશું. અમને મજબૂર ના કરો નહીં તો મુખ્યમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું. અમને મજબૂર ના કરો નહીં તો ગૃહરાજ્ય મંત્રીના ઘરમાં ઘૂસી જઇશું. અમને મજબૂર ના કરો નહીં તો ક્રાંતિ આવશે ક્રાંતિ.
દંપતીના ઝઘડામાં 2 લોકોના મોત નીપજ્યા
દહેગામમાં મદારી દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા પંચમાં તલવાર અને ધોકાથી ધીંગાણું મચ્યું..જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 13 ઘાયલ થયા છે..
CMના આગમન પહેલા ભાજપ વિરોધી પોસ્ટર્સથી ભાગદોડ
વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા ભાજપ વિરોધી પોસ્ટર્સ લાગ્યા..ક્રાંતિકારી સેનાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાસણા બ્રિજના વિરોધમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા.તો સ્થાનિકોએ પણ બ્રિજનો વિરોધ કર્યો..
ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ મોકલવાનું રેકેટ ઝડપાયું
ભારતમાંથી ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ અમેરિકા મોકલવાના રેકેટનો અમદાવાદ NCBએ પર્દાફાશ કર્યો..અમદાવાદ NCBએ બેંગ્લોર અને દિલ્હીથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા,2 કિલો કેટામાઈન કબજે કરવામાં આવ્યું..
પૂરપાટ ટ્રકમાંથી અચાનક મગફળીની ગુણીઓ સરકી
જામનગર-લાલપુર હાઇવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકમાંથી મગફળીની ગુણીઓ અચાનક સરકી પડી… ઓવરલોડ વાહન પરથી મગફળીની બોરીઓ સામે આવતાં વાહનો પર પડી, જેનાથી ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો…
શક્તિસિંહ ગોહિલે કર્યા ભાજપ પર આકરા પ્રહાર
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ ઝઘડિયા દુષ્કર્મ પીડિતાને મળવા સયાજી હોસ્પિટલ પહોચ્યાં.શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કર્યા.સાથે જ સરકારને પરિવાર સાથે ઊભા રહેવા વિનંતી કરી
આડા સંબંધોની શંકામાં ઘડ્યો હતો બ્લાસ્ટનો કારસો
અમદાવાદના સાબરમતિમાં થયેલા પાર્સલ બ્લાસ્ટમાં ખુલાસો થયો.. HCની મહિલા વકીલના બુટલેગરના પતિએ આડા સંબંધની શંકામાં હત્યા કરવા ખીલી-બ્લેડનો બોમ્બ બનાવ્યો હતો.. ક્લાર્કને પતાવી દેવા મિત્રને પાર્સલ બોમ્બ લઈ મોકલ્યો હતો અને ડિલિવરી સમયે હાથમાં જ ધડાકો થયો હતો..
101 વર્ષના માજીની ધામધૂમથી અંતિમયાત્રા કઢાઈ
અમરેલીમાં 101 વર્ષના માજીની ધામધૂમથી અંતિમયાત્રા કાઢવામાં આવી.. બેન્ડ બાજા સાથે માજીની અંતિમયાત્રા કઢાઈ , જેને જોવા આખું ગામ ઉમટ્યું..
હત્યાકેસના આરોપીએ મચાવેલો આતંક CCTVમાં કેદ
રાજકોટમાં પોલીસકર્મીની હત્યાકેસના આરોપીએ સાગરીતો સાથે આતંક મચાવ્યો.. સાક્ષીના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા..