Pegasus Controversy: પેગાસસ વિવાદ ઇઝરાઇલ સ્પાયવેર એનએસઓ ગ્રૂપ 300 ભારતીયના સ્માર્ટફોન હેક

HomeNational NewsPegasus Controversy: પેગાસસ વિવાદ ઇઝરાઇલ સ્પાયવેર એનએસઓ ગ્રૂપ 300 ભારતીયના સ્માર્ટફોન હેક

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

5 ઈંચ વરસાદ ખાબકતા ખેતર પાણી-પાણી!

published by : Anjali Shuklalast updated: June 25, 2024, 14:05 ISTખેડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ છે. જિલ્લામાં સૌથી વધારે માતરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો...

Pegasus Controversy: પેગાસસ જાસૂસી સોફ્ટવેર ભારતીય રાજકારણમાં મોટો મુદ્દો રહ્યો છે અને ઇઝરાયલ એનએસઓ ગ્રુપ પર અમેરિકન કોર્ટના નિર્ણયને કારણે ફરી પેગાસસ વિવાદ થઇ શકે છે. યુએસ કોર્ટે એનએસઓ ગ્રુપને પેગાસસ માટે જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે, સમગ્ર વિવાદ માટે કંપની જવાબદાર છે.

અમેરિકાની કોર્ટનો આ નિર્ણય એનએસઓ ગ્રુપ વિરુદ્ધ વોટ્સએપ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આવ્યો છે. આ કેસની સુનાવણી કરનાર જજ ફિલિસ હેમિલ્ટને કહ્યું છે કે ઇઝરાયેલી સ્પાયવેર નિર્માતા કંપની પર 1400 વોટ્સએપ યુઝર્સને નિશાન બનાવવાનો આરોપ છે. ન્યાયાધીશે કહ્યું કે તે એનએસઓ ગ્રુપ પણ યુએસ કાયદાના ઉલ્લંઘન માટે જવાબદાર છે.

ભારતમાં પેગાસસ દ્વારા જાસૂસી કરવાનો આરોપ

પેગાસસના ઉપયોગનો ભોગ બનેલા લોકોમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પત્રકારો, માનવાધિકાર કાર્યકરો, રાજકીય અસંતુષ્ટો અને રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં, પેગાસસ કથિત રીતે પત્રકારો, રાજકારણીઓ, કેન્દ્રીય પ્રધાનો અને કેટલાક સામાજિક સભ્યોના ડિજિટલ ગેજેટ્સમાં ફિટ કરવામાં આવ્યું હતું.

અમેરિકામાં, રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે 2021 માં એનએસઓ ગ્રુપને બ્લેકલિસ્ટ કર્યું હતું અને યુએસ સરકારી એજન્સીઓને તેની પ્રોડક્ટ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોપ છે કે પેગાસસનો ઉપયોગ દુનિયાભરના દેશોમાં સત્તાધારી સરકારોની પાર્ટીઓ દ્વારા હેકિંગ અને જાસૂસી માટે કરવામાં આવ્યો છે.

2021માં ભારતમાં પેગાસુસ જાસીસીનો થયો હતો ઘટસ્ફોટ

2021માં એક અહેવાલમાં બહાર આવ્યું છે કે 300 થી વધુ ભારતીય મોબાઇલ નંબર પર પેગાસસ સોફઅટવેર વડે જાસુસી થઇ રહી છે.જેમાં નરેન્દ્ર મોદી સરકારના બે મંત્રીઓ, વિપક્ષના ત્રણ નેતા, એક સંવૈધાનિક અધિકારી, અનેક પત્રકારો અને બિઝનેસમેન સામેલ હતા. આ ખુલાસાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર સવાલો ઉભા થયા હતા.

કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકારો પર આક્ષેપો એટલા માટે પણ કરવામાં આવ્યા હતા કારણ કે એનએસઓ ગ્રુપે વારંવાર સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે માત્ર સરકારો અને સરકારી એજન્સીઓ સાથે જ વ્યવહાર કરે છે.

જો કે, અત્રે નોંધવું જોઇએ કે, વોટ્સએપ વિરુદ્ધ એનએસઓ ગ્રુપ કેસના ભાગરૂપે સીલ ન કરાયેલા દસ્તાવેજોથી બહાર આવ્યું છે કે એનએસઓ ગ્રુપે વર્ષોથી પેગાસસની તૈનાતીમાં તેની ભૂમિકાને ઓછી આંકી હતી.

ભારત સરકારે આરોપો નકારી કાઢ્યા

વર્ષ 2021માં મીડિયા રિપોર્ટ બાદ ભારત સરકારે પેગાસસના ઉપયોગના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તે કોઇ પણ પ્રકારની જાસૂસીમાં સામેલ નથી. ત્યારે સંસદમાં આપેલા નિવેદનમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, આ અહેવાલોમાં કોઇ તથ્ય નથી.

આઇટી પ્રધાને કહ્યું કે ભારતના સર્વેલન્સ કાયદા સુનિશ્ચિત કરે છે કે અનધિકૃત દેખરેખ રાખી શકાતી નથી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વૈષ્ણવ પોતે પેગાસસના ઉપયોગનો ટાર્ગેટ હોઈ શકે છે.

એનએસઓ ગ્રૂપે પણ આરોપો ફગાવ્યા હતા

તે દરમિયાન એનએસઓ ગ્રુપે એવો પણ દાવો કર્યો હતો કે જાસૂસીના આરોપો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. એનએસઓ ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે રિપોર્ટ… ગેરસમજો અને અસ્પષ્ટ સિદ્ધાંતોથી ભરેલા છે, જે સ્રોતોની વિશ્વસનીયતા અને હિતો વિશે ગંભીર શંકાઓ ઉભી કરે છે. એવું લાગે છે કે ‘અજ્ઞાત સ્ત્રોતો’ એ એવી માહિતી આપી છે જેનો કોઈ તથ્યપૂર્ણ આધાર નથી અને જે વાસ્તવિકતાથી દૂર છે.

ભારતમાં નાગરિકોની જાસૂસી કરવાના આરોપોની તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 2021 માં, સુપ્રીમ કોર્ટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અનધિકૃત સર્વેલન્સના આરોપોની તપાસ માટે તકનીકી નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી.

સુપ્રીમ કોર્ટે તપાસ માટે કમિટીની રચના કરી હતી

ઓગસ્ટ 2022 માં, ટેકનિકલ એક્સપર્ટ્સ સમિતિને તેણે પરીક્ષણ કરેલા ફોનમાં સ્પાયવેરના ઉપયોગ અંગે કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા નથી, પરંતુ તેઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પેનલને સહકાર આપ્યો નથી. રિપોર્ટ પર મહોર મારવામાં આવી છે અને ત્યાર બાદ તેને સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવી નથી.

તપાસ પેનલની દેખરેખ કરી રહેલા નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવીન્દ્રને અગાઉ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કરવામાં આવ્યો હોવાથી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

ભારતીય નાગરિકો પર પેગાસસનો ઉપયોગ કરવામાં કેન્દ્ર સરકારની સંડોવણી શંકાસ્પદ છે, પરંતુ ઓછામાં ઓછા બે રાજ્યો, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં સ્પાયવેર એક ચર્ચાનો વિષય બની ગયો છે. 2021 માં, પશ્ચિમ બંગાળ સરકારે પેગાસસનો ઉપયોગ કરીને ફોનના કથિત મોનિટરિંગની તપાસ માટે તપાસ પંચની રચના કરી હતી.

પશ્ચિમ બંગાળ સરકારનો આ રચના પાછળનો હેતુ રજૂ કરવામાં આવેલા ઇન્ટરસેપ્શન અને આવા પ્રકારના ઇન્ટરસેપ્શન માધ્યમથી એક્ત્ર કરવામાં આવેલી આવી સુચનાના રાજ્ય અને બિન રાજ્ય અભિનેતાઓના હાથમાં હોવું, સ્ટોરેજ અને ઉપયોગની તપાસ કરવી અને રિપોર્ટ કરવાનો હતો. જો કે સુપ્રીમ કોર્ટે તેની કાર્યવાહી પર રોક લગાવતા જ કમિશનનું કામ જલ્દી જ ખતમ થઈ ગયું હતું.

આંધ્રપ્રદેશમાં પેગાસસનો કથિત ઉપયોગ વાયએસઆરસીપી અને ટીડીપી વચ્ચેનો રાજકીય મુદ્દો બની ગયો હતો. 2022 માં, રાજ્ય વિધાનસભાએ એક સમિતિની રચના કરવાનો ઠરાવ પસાર કર્યો હતો, જે એ જાણવા માટે એક સમિતિની રચના કરે છે કે કેમ તે શોધવા માટે અગાઉની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સરકારે પેગાસસ ખરીદ્યું હતું અને તેનો ઉપયોગ કર્યો હતો કે કેમ, બેનર્જીના નિવેદન પછી કે પેગાસસ પશ્ચિમ બંગાળને ઓફર કરવામાં આવી હતી.

આવી સ્થિતિમાં હવે જ્યારે અમેરિકાની કોર્ટે આ કેસમાં સીધા એનએસઓ ગ્રુપનું નામ લીધું છે અને પેગાસસ અંગે કડક નિવેદન આપ્યું છે, ત્યારે આ પછી પેગાસસ વિશે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પેગાસસ ભારતીય રાજકારણમાં મોટો મુદ્દો રહ્યો હતો અને હવે ફરી એકવાર વિવાદ થઈ શકે છે. પેગાસસ સાથે જોડાયેલા વધુ સમાચાર માટે આ લિંક પર ક્લિક કરો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon