Deesa: મનમોહક રંગબેરંગી હિંચકા બનાવે છે યુવાન, આટલો છે ભાવ

HomeNorth GujaratDeesa: મનમોહક રંગબેરંગી હિંચકા બનાવે છે યુવાન, આટલો છે ભાવ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Veraval: લઘુતમ વેતનની માગ સાથે આશાવર્કરોનો અનોખો વિરોધ

https://www.youtube.com/watch?v=menFAXdNuPMઆશાવર્કરોએ પ્રવીણ રામને પણ બાંધી રાખડી આશા વર્કરોએ નવા યુનિયનની કરી સ્થાપના રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની કરી સ્થાપના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આશા બહેનોનો સરકાર સમક્ષ...

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક યુવાન છેલ્લા 16 વર્ષથી અલગ અલગ કલરીંગ દોરી વડે હીંચકા, ઘરમાં શુશોભીતની ચીજ વસ્તુઓ બનાવે છે. આ વસ્તુ અલગ અલગ વેરાયટી બનાવે છે.તેની આ કલાની વિદેશમાં પણ માંગ છે.

1000 કલાત્મક હિંચકા બનાવી ચૂક્યાં છે

બનાસકાંઠાના ડીસામાં સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામના વતની 50 વર્ષયી રમેશભાઈ તળસીભાઈ પટેલે માત્ર 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

પરંતુ છેલ્લા 16 વર્ષથી તેઓ પોતાની આગવી કલાથી દોરીના કલાત્મક હિંચકા બનાવી એક અનોખા વ્યવસાય સાથે સ્વમાનભેર પોતાની આજીવિકા મેળવી રહ્યા છે. રમેશભાઈ પટેલ બ્રહ્માણી હીચકા સેન્ટર નામના પોતાના બ્રાન્ડથી ભાડાની દુકાનમાં બેસી અત્યાર સુધી 1000 થી વધુ કલાત્મક હિંચકાઓ બનાવી ચૂક્યા છે.

News18

વિવિધ રંગની દોરીનો ઉપયોગ કરે

હિંચકા બનાવવામાં અવનવા કલરની રેશમની દોરી, સુતરની દોરી લોખંડના ચોકઠામાં એવી રીતે ગુંથીને અલગ પ્રકારના હિંચકા બનાવે છે.જેમાં સુશોભન માટે લાકડાના મોતી પરોવે, લાકડાના પોલીસ વાળા દોરણા પરોવી તેમજ લોખંડના અલગ અલગ પ્રકારના સ્ટેન્ડમાં પણ કલાત્મક અને સુંદર ગુંથણ કરી ડિઝાઇન વાળા હીંચકા ને આકાર આપી રહ્યા છે.

News18

500 થી 8000 હજાર સુધી ભાવના હિંચકા બનાવે છે

રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાદો હિંચકો માત્ર તેઓ બે કલાકમાં બનાવી દે છે. જ્યારે મોટો પારિવારિક હિંચકો બનાવવો હોય તો ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. હાલમાં તેઓના બનાવેલા હીંચકા રૂપિયા 500 થી લઈને 8000 રૂપિયા સુધીમાં વેચાય છે.

News18

અને તેમની માંગ માત્ર બનાસકાંઠા જિલ્લામાં નહીં પરંતુ અમદાવાદ, સુરત સિવાય ગુજરાત બહાર પણ મુંબઈ, મદ્રાસ તેમજ અમેરિકા, યુરોપ જેવા દેશોમાં પણ તેમના હિંચકાની માગ છે.

150થી વધુ કલાત્મક આઇટમો બનાવે છે

રમેશભાઈ મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરી હીંચકાના ઓર્ડર લઈ જાતે જ બનાવી ઓર્ડર મુજબ વિવિધ જગ્યાએ સપ્લાય કરે છે. રમેશભાઈ સાદા હીંચકા થી શરૂ કરી હાલ ચોરસ હીંચકા,પાંજરાવાળા હીંચકા, પાટીવાળા હીંચકા ઉપરાંત તેમની નવી જ બ્રાન્ડ તેમજ ટેડી બિયર, ગણપતિ, તોરણ, કાચવાળા તોરણ સહિતની ગૃહ સુશોભનની નવી આઈટમો ઉમેરી 150 થી 200 જેવી કલાત્મક આઈટમો બનાવે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon