પહેલાં નોરતે પાવાગઢ ખાતે 2.5 લાખ ભક્તો ઊમટયાં

HomeHalolપહેલાં નોરતે પાવાગઢ ખાતે 2.5 લાખ ભક્તો ઊમટયાં

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • પ્રથમ નોરતાએ યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું હતું
  • મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા
  • જ્યારે નિજ દ્વારા ખુલતાં ભક્તોએ જયઘોષ કર્યો હતો

આગલા દિવસ શનિવાર રાત્રેથી ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો જનસૈલાબ જોવા મળ્યો

આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ શની રવિવારની રજા હોય યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું અઢી લાખ માઇ ભકતોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે. શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે . તેમાં પણ આજથી શરુ થયેલી આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

રવિવારના રોજથી શરૂ થતી નવરાત્રી પર્વ ને લઈ માઇ ભક્તો શનિવાર રાત્રેથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.

મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા

જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે સાડા ત્રણ કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું હતું.

જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ ના ભાગ રૂપે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર પરિષદ સુધી 700, ઉપરાંત પોલીસ કર્મી ઓ ખાડે પગે ફરજ બજાવે છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી 70, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવાયા છે. જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. જયારે યાત્રિકો ને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા 56 ઉપરાંત બસો 24 કલાક દરમિયાન ચલાવાઇ રહી છે.

એસટી તંત્ર દ્વારા 56, બસ અવિરત દોડાવાઇ

પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન તળેટીથીમાંચી સુધી યાત્રાળુઓને આવા જોવા માટે એસટી નિગમ દ્વારા 56, બસ અવિરત દોડાવામાં આવી હતી. જેમાં એસટી નિગમે રાત્રિના 12 કલાકથી બપોરના 3 સુધીમાં 45, હજાર યાત્રિકોએ મુસાફરી કરી હતી. જેના દ્વારા એસટી નિગમને 7.75 લાખની આવક થઈ હતી. જોકે યાત્રિકોના જણાવ્યા મુજબ ઘણા સમય સુધી એસટી બસોની પ્રતીક્ષા કરવી પડી હતી. એસટી નિગમે જરૂરિયાત કરતા ઓછી બસો ચલાવી હોવાનું યાત્રાળુઓ જણાવી રહ્યા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon