ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાની સમસ્યાઓને સમયમર્યાદામાં નિવારવા જિલ્લા કલેકટરની તાકીદ
ભુજ: આજરોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં, હંમેશની માફક આ વખતે પણ પાણી, સિંચાઈ, શિક્ષણ, દબાણ સહિતના પ્રશ્રો છવાઈ ગયા હતા. આ બેઠકમાં ધારાસભ્યો સહિતના પદાધિકારી ઓ દ્વારા પાણી, સિંચાઈ, રસ્તા, ખનીજ ચોરીના પ્રશ્રો છવાયા હતા. આ પ્રશ્રો અંગે જરૂરી સમીક્ષા કરી કલેકટર અમિત અરોરા દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.
અબડાસા ધારાસભ્ય દ્વારા ખેડૂતોને પાકનુકશાની વળતર, ઢોરા-હાજીપીર રોડનું કામ, ખનીજલીઝ નિયમન, ખાનગી કંપની દ્વારા ગેરકાયદે પાળા બનાવાતા નજીકના ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા, પાણીની લાઇનના ભંગાણના કારણે સર્જાતી સમસ્યા, નર્મદાના પાણીનો અપૂરતો પુરવઠો, સ્થાનિક કંપનીઓમાં રોજગારી આપવા, સિંચાઇ વિભાગ હસ્તક પાણીના સ્ત્રોતના નવા કામ તથા સમારકામના પ્રશ્રો, ખેડૂતોને વૃક્ષોના ઉછેર માટે લીઝ પર જમીન ફાળવવા બાબત, કોઠારા-માનપુરા પુલ તથા રસ્તાના કામ, કસ્તુરબા ગાંધી વિદ્યાલયના કામની પ્રગતિ, ભારે વાહનોમાં નિતિનિયમોનું પાલન કરાવવા સબબ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.
ભુજના ધારાસભ્ય દ્વારા બન્નીના ગામમાં પીવાના પાણીનો પ્રશ્ર, હાજીપીર ભીરંડીયારામાં ૬૬ કે.વી સબસ્ટેશન, બન્ની સેટલમેન્ટસંદર્ભના મુદા, ખાવડા બાયપાસ રોડનું અલાઇમેન્ટ,નાના-મધ્યમ ડેમના રીપેરીંગ, ભુજ તાલુકાના નથ્થરકુઇ, વ્યારા, વિંછીયામાં પીવાના પાણીનો પ્રશ્નઉકેલવા સહિતની રજૂઆત કરાઇ હતી. અંજાર ધારાસભ્ય દ્વારા એલસી-૫ અને એલસી૪ લીલાશાહ ફાટક રેલવે અન્ડર બ્રીજ કામની પ્રગતિ, અંજાર બાયપાસ રોડ, કેરા, બળદિયા તથા ભારાપર બાયપાસ રોડ, ચેકડેમ અને તળાવના કામ, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ, વરસાણા-ધર્મશાળા નેશનલ હાઇવે પર ટોલબુથની કાયદેસરતાસહિતની રજૂઆત કરાઇ હતી. બેઠકમાં માંડવી ધારાસભ્યએ ફાચરીયા,બગડા,કુંદરોડી તથા છસરા ગામની સંયુક્ત પાણી પુરવઠા યોજનાનું કામ શરૂ કરવા, ફાચરીયાની પ્રમોલગેશન ક્ષતિઓનો પ્રશ્ર હલ કરવા, અકુદરતી રીતે ફળો પકવનારાઓ સામે કાર્યવાહી કરવા, માંડવી બીચ પર બિનજોખમી વોટર એક્ટીવીટીની સમીક્ષા કરી તેને મંજૂરી આપવા, જાહેરમાર્ગ પર નોનવેજના વેચાણ સામે કડક પગલા ભરવા, માંડવી બાયપાસની કામગીરીતથા માંડવી તાલુકામાં આર.ઓ પ્લાન્ટની પાઇનલાઇનમાં પાથરવામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવા સહિતના પ્રશ્રો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખએ બન્ની જૂથ પાણી પુરવઠા યોજનામાં અધુરાશ, ખાનગી કંપની દ્વારા જાહેર માર્ગ બંધ કરવા સહિતની રજૂઆત કરીને તેને તત્કાલ ખુલ્લા કરાવવા રજૂઆત કરી હતી. સામાજિક ન્યાય સમિતિ ચેરમેનએ લાભાર્થીને સનદ મળ્યા બાદ પ્લોટનો કબ્જો ન મળવવા બાબત, પોલડીયામાં વરસાદી નુકશાનની ખેડૂતને સહાય ચૂકવવા, ભુજમાં સફાઇ તથા જાહેર માર્ગના દબાણ દુર કરી રસ્તા પહોળા કરવા, રઘુવંશી ચોકડીથી કોડકી રોડ રસ્તાનું કામ કરવાસહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.