અમરેલી: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્ય ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મહમંદ રફાઈ ઉર્ફે દયાવાન બાપુએ સાર્થક કર્યું છે. મહમંદ રફાઈ ચાલીને મક્કા-મદીના નીકળ્યા છે. સાવરકુંડલા પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. મહમંદ રફાઈએ પરિવારજનોની સંપૂર્ણ મંજૂરી મેળવીને અને સાથે કફન લઈને મક્કા મદીના માટે રવાના થયા છે. 15 મહિને ચાલીને પહોંચશે. તેમજ સાથે તિરંગો સાથે રાખ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મહમંદ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ મક્કા-મદીના સુધીની પદયાત્રાએ નીકળ્યા છે. 1 ડિસેમ્બર 2024ના રોજ કોડીનારથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 8 હજાર કિમીનું અંતર કાપીને મક્કા-મદીના પહોંચશે. 6 દિવસની પદયાત્રામાં અમરેલી જિલ્લા સાવરકુંડલા સુધી પહોંચ્યા હતા. સૂફી સંત દાદાબાપુ કાદરીના દીકરા મુનિર બાપુ દ્વારા પદયાત્રી દયાવાનબાપુનું સન્માન કર્યું હતું. મક્કા-મદીનાની સફર વખતે પહેરવામાં આવતો અહેરામ અર્પણ કરવામાં આવ્યો હતો.
સાવરકુંડલાથી અમરેલી થઈને અજમેર શરીફ અને ત્યાંથી દિલ્હી થઈને વાઘા બોર્ડર પર થઈને પાકિસ્તાન, ઈરાન, ઈરાક થઈને સાઉદી અરેબિયા પહોંચશે. 2026માં મક્કા-મદીનાની સફરે પહોંચશે. દયાવાન બાપુનું ઠેર-ઠેર ઉમળકાથી સન્માન થઈ રહ્યું છે. જ્યારે મહમંદ રફાઈએ 1986માં ચાલીને મક્કા-મદીનાની સફર કરવાનું મનોમન નક્કી કર્યું હતું. પરંતુ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને 1 ડિસેમ્બરે પદયાત્રાની શરૂઆત કરી છે. અંદાજે રોજના 35 કિલોમીટરનું અંતર કાપીને ટોટલ 8 હજાર કિલોમીટરનું અંતર કાપતા આશરે 15 મહિના થશે. મહમંદ રફાઈએ હાથમાં તિરંગો રાખ્યો છે.
આ પણ વાંચો:
શિયાળામાં હાર્ટ એટેકથી બચાવશે આ ટિપ્સ, કાયમી ફિટ અને હેલ્ધી રહેશો
દયાવાન બાપુ કોડીનારમાં પરચુરણ કામો કરે છે. શીપમાં ખલાસી હોવાથી દરિયાઈ સફરોનો અનુભવ છે. ઇન્ટરનેશનલ પાસપોર્ટ પણ છે. અગાઉ અજમેર, મહેમૂદશા બુખારી ભડિયાદ, જૂનાગઢ બધે ચાલીને પદયાત્રા કરી છે. મક્કા-મદીનાની સફર પૂર્ણ કરતા 15 મહિનાનો સમય લાગશે. 2026માં મક્કા મદીના પહોંચશે. દયાવાન બાપુએ સાથે કફન પણ લીધું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર