New 24 PHC Centers In Gujarat : રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સંબંધિત સુવિધા મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. જેમાં વિવિધ જિલ્લામાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
24 નવા PHC સેન્ટરને સરકારની મંજૂરી
રાજ્યના વિવિધ ગામોમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવા માટે સરકાર દ્વારા જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ, અમરેલી, આણંદ, ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને ભાવનગર જિલ્લાના ગામડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: આગામી 27-28 તારીખે વરસાદની આગાહી, જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું
જ્યારે ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે અને 2011ની ગ્રામ્ય વસ્તી મુજબ હાલ રાજ્યમાં કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સેવારત છે.