- ઘરેણાં, રોકડ અને મોટર તસ્કરો ઉઠાવી ફરાર
- રૂ.50 હજારનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાવાઈ
- શિરોહી રાજસ્થાનમાં સમાજનું સંમેલન હોય ત્યાં ગયા હતા
ધાનેરા શહેરમાં આવેલી દૂકાન અને મકાનમાંથી તસ્કરો રૂ.50 હજારનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાવાઈ છે.ધાનેરા શહેરમાં રહેતા અને ટીફીન થકી ઘરનું ગુજરાન ચલાવતા દિનેશકુમાર રામલાલ ખંડેલવાલ 13-5-23ના રોજ શિરોહી રાજસ્થાનમાં સમાજનું સંમેલન હોય ત્યાં ગયા હતા. બાદમાં પરત ફરતાં ઘરના દરવાજા ખુલ્લા હતા. તિજોરીનું લોકર તૂટેલ હતું. જેમાંથી 12000 રોકડ, સોના ચાંદીના સિક્કા રૂ. 20,000ની ચોરી થઈ હતી જ્યારે ગંજ બજાર વિસ્તારમાં આવેલ સહકાર એગ્રો સેન્ટરની દુકાનનું તાળુ તોડી 10થી 15,000ની રોકડની ચોરી ગયાનું જીજ્ઞેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું. જ્યારે અંબિકા નગરમાં આવેલ દેવીલાલ સોનીના પ્લોટમાંથી મોટર ચોરાઈ હતી.