- રાજ્યમાં વધુ એક બાળક શ્વાનનું ભોગ બન્યું
- કોડીનારમાં શ્વાને બચકા ભરતા બાળકનું મોત
- ગઈકાલ સાંજે બાળકને શ્વાને ફાડી ખાતા મોત
ગીર સોમનાથના કોડીનારમાં શ્વાને બચકા ભરતા બાળકનું મોત થયુ છે. જેમાં મામાના ઘરે આવેલા બાળકને શ્વાને બચકા ભર્યા હતા. ગઈકાલ સાંજે બાળકને શ્વાને ફાડી ખાતા મોત થયુ છે. રાજ્યમાં વધુ એક બાળક શ્વાનનું ભોગ બન્યું છે.
રેલવે સ્ટેશન નજીક બાળકને શ્વાને ફાડી ખાધું
કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળકને શ્વાને ફાડી ખાધું હતુ. તેમાં બાળકનું મોત થયુ છે. ગીર ગઢડાના સોનપરા ગામનું બાળક પોતાના મામાના ઘરે કોડીનાર રેલવે સ્ટેશન નજીક આવ્યો હતો. જેમાં ગઈકાલ સાંજે આ ઘોઝારી ઘટના બની છે. બાળકને પ્રથમ રાણાવાળા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે.
કૂતરાઓ બાળકનો જીવ લઈ રહ્યાં છે
થોડા સમય રહેલા જયપુરનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો હતો. તે વીડિયોમાં 6 કૂતરા 9 વર્ષના દક્ષ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. માસૂમ બાળક પોતાનો જીવ બચાવવા દોડે છે, પરંતુ કૂતરાઓ તેને ઘેરી લે છે અને પકડી લે છે. કૂતરાઓ તીક્ષ્ણ દાંત વડે બચકાં ભરવા લાગે છે. બાળક પોતાનો જીવ બચાવવા રડી રહ્યો હોય છે. કૂતરાઓ હુમલો કરતાં માસૂમ બાળકના શરીર પર 40 જેટલાં બચકાં ભરી જાય છે. બાળકનો અવાજ સાંભળીને સાઇકલ પર સવાર બે બાળક અને સ્કૂટી પર સવાર બે મહિલા ઘટનાસ્થળે પહોંચી હતી. બે મહિલાએ કૂતરાઓને ભગાડીને બાળકનો જીવ બચાવ્યો હતો. જો આ ચારેય લોકો સમય પર સ્થળ પર ન પહોંચ્યાં હોત તો કૂતરાઓ બાળકનો જીવ લઈ લેત. આશ્ચર્યની વાત તો એ છે કે આ કૂતરાઓ એક બાળકનો જીવ પણ લઈ ચૂક્યા છે. ત્યારે પણ મ્યુનિસિપલ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં આ વખતે શ્વાને બાળકનો જીવ લઇ લીધો છે.