- સિંહે પશુનું મારણ કરતા લોકો જોવા ઉમટ્યા
- ગામની એકદમ નજીક આવી ગયો હતો સિંહ
- સિંહે મારણ કર્યાનો વિડીયો પંથકમાં વાયરલ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીકના વિઠ્ઠલપૂર ગામ પાસે આજે એક સિંહે પશુનું મારણ કર્યું હતું. ગામની નજીકના વિસ્તારમાં સિંહ આવ્યો હોવાની જાણ લોકોને થતાં સિંહને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને સિંહ મારણને લઈ જતો હોય છે તેવો વિડીયો પણ ઉતાર્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ મારણને લઈને જંગલ તરફ લઈ જાય છે.
સિંહે મારણ કર્યું હોવાનો વિડીયો ઘણા લોકોએ ઉતાર્યો હતો જે આજે આસપાસના વિસ્તારમાં પણ વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ વિસ્તારમાં ગામમાં અને ગામની નજીક સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ આવી જતાં હોય ક હે. ખાસ કરીને ઉનાળાના સમયમાં પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ ગામમાં આવતા હોય છે અને ક્યારેક મારણ પણ કરતાં હોય છે.