- હજુ બે વર્ષ પહેલા બનાવવામા આવેલ હતો
- એક સ્થળે તો 20 થી 25 ફુટ અડધો રોડ ખતમ થઈ ગયો
- હાલ અનેક સ્થળોએ મોટા મોટા ખાડા પડી ગયા છે
કોડીનાર તાલુકાના જંત્રાખડી થી કડોદરા સુધીનો છ કી.મીનો પેવર રોડ હજુ બે વર્ષ પહેલા જ બન્યો હતો.જેમાં હાલ અનેક સ્થળોએ મોટા મોટા ખાડા પડી ગયા છે.જે સત્વરે રિપેર કરવા જરૂરી છે
જંત્રાખડી વાયા બાવાના પીપળવા,કડોદરા રોડની કુલ લંબાઈ છ કી.મી.છે જે રોડ હજુ બે વર્ષ પહેલા જ બન્યો છે.જેમાં હાલ અનેક સ્થળોએ ખાસ કરીને બાવાના પીપળવા,કડોદરા વચ્ચે મોટા મોટા ખાડા પડી ગયા છે.એક સ્થળે તો વીસ થી પચીસ ફૂટ અર્ધો રોડ જ ખતમ થઇ ગયો છે.મોટાભાગનો રોડ સારો હોય વાહન ચાલકો ગતિથી વાહન ચલાવતા હોય છે.ત્યાં અચાનક ખાડો આવું જાય ત્યારે અકસ્માત સર્જાય છે.
ગામડાના રોડ ખરાબ થાય પછી તેને રિપેર કરવામા ભારે બિન કાળજીના કારણે નવો રોડ ન બને ત્યાં સુધી આ ખાડાઓમાં ખંડતા જ રહે છે.એટલે કે નવો રોડ બન્યા પછીનો હરખ લાંબો સમય ટકી શકતો નથી.કારણ કે ડામર રોડ ચોમાસામાં મોટા ભાગે ક્ષતિગ્રસ્ત થાય છે.પછી રિપેર થતો નથી એટલે રોડની નુકશાની વધતી રહે છે.પી.ડબલ્યુ. ડી.વિભાગના અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી આ રોડ પર ના ગામોના લોકોની માંગ છે.