- 3 મૌલવી સહિત 2 શખ્સોએ આચર્યું હતું કાવતરૂં
- લોકોને પથ્થરમારો અને આંગચંપી માટે ઉશ્કેરાયા હતા
- બહારથી લોકોને લાવીને શોભાયાત્રા પર કરાયો હતો હુમલો
ખંભાત અને હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રામાં થયેલા હુમલા મામલે 3 મૌલવી સહીત કુલ 5 ની સંડોવણી સામે આવી છે. જેમાં ગુજરાત એટીએસે તમામ અહેવાલ રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો છે. તેમાં મૌલવી સોશિયલ મીડિયાથી યુવકોને ઉશ્કેરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. તથા હુમલામા સ્થાનિક નહી બહારથી લોકોએ આવી હુમલો કર્યો હતો. તેમજ શનિવારે હુમલાખોર ખંભાત પહોંચી ગયા હોવાનુ સામે આવ્યુ છે.
પોલીસ અન્ય કલમોનો ગુનામા ઉમેરો કરશે
આણંદના ખંભાતમાં જૂથ અથડામણના મામલે પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. તેમજ પોલીસે 3 મૌલવી સહિત 5 શખ્સોની અટકાયત કરી છે. તથા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ખંભાતમાં સપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે.
આરોપીઓમાં 3 મોલવીની પણ અટકાયત
ખંભાત જૂથ અથડમણ મામલે 5 જેટલા આરોપીને ડીટેન કરાયા છે. જેમાં ડીટેન કરાયેલ આરોપીઓમાં 3 મોલવીની પણ અટકાયત કરાઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાવન પર્વે ગુજરાતમાં બે ઠેકાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તેમજ ખંભાતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બન્ને ઠેકાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી.
ખંભાતના શક્કરપૂરામાં બે જૂથો વચ્ચે અથડામણ
આણંદ જિલ્લાના ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ શોભાયાત્રા શક્કરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો થયો હતો. આટલું જ નહીં, તોફાની ટોળાએ દુકાનમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલ તો આ ઘટનાને પગલે ખંભાત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.