- એકતાનગર ખાતે મંત્રીઓ અને સનદી અધિકારીઓની યોજાયેલી 10મી ચિંતન શિબિર સંપન્ન
- CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું
- સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન
ગુજરાત સરકારની ત્રી દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થતાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં વૈચારિક તાકાત ઉભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન છે. નવતર બાબતોના અમલમાં કેવી મુશ્કેલી કે પડકારો આવી શકે, તે શોધવા માટે ચિંતન શિબિરના વિચારો બહુ જ ઉપયોગી નિવડે છે.
મુખ્યમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી-એકતાનગર ખાતે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા કહ્યું કે, અંત્યોદય-છેવાડાના માનવીને પણ સરકારી સેવા કે યોજનાનો લાભ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તેવી રાજ્ય સરકારની નવતર કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવા શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે. ચિંતન શિબિરમાં વૈચારિક તાકાત ઉભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન થયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે ઉત્તમ પ્રકારની કામગીરી કરાઇ રહી છે. કોઇ જગ્યાએ કંઇ મુશ્કેલી હોય તો આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ફરજનિષ્ઠાથી કર્મઠ રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવથી કામ કરવા પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે પોતાના પ્રવચનના પ્રારંભે વડાપ્રધાન ફ્રી એક વખત ગ્લોબલ લિડર રેંકિંગમાં 78 ટકા લોકોની પસંદગી સાથે નંબર વન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ્ એડમિનિસ્ટ્રેટિવ રિફેર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું હતું.