- 50 જેટલા અધિકારીઓના ડેલિગેશન સાથે મુલાકાત
- નર્મદા ડેમ, જંગલ સફરી પાર્ક, આરોગ્ય વન સહિત પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો
- રાજ્યસભા સચિવાયલના ડિરેક્ટર પી નારાયણે SOUની મુલાકાત લીધી
રાજ્યસભા સચિવાલયના ડાયરેકટરના નેતૃત્વ હેઠળ 50 જેટલા અધિકારીઓના ડેલિગેશને SOUની મુલાકાત લીધી હતી.
રાજ્યસભા સચિવાલયના ડાયરેકટર પી.નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના 50 અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે છે. તા. 20મી જૂને SOU ખાતે આવી પહોંચતા નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન. એફ્. વસાવા અને લાયઝન અધિકારીએ ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું. બે દિવસ એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા SOU નિહાળીને આ ડેલિગેશને ભવ્યતાના દર્શન કર્યા હતા. અધિકારીઓએ SOUની 35 માળે વ્યુઈંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હૃદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું