- નર્મદા જિલ્લાના રાજપીપળાના જકાતનાકા નજીક
- ખેતર માલિકે પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરાઈ
- ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેઓને કામનો નઈ હોય અને ખેતરના શેડે અવાવરું જગ્યા જોઈ ફેંકી દીધો હશે
રાજપીપળા જકાતનાકા પાસે ખેતરના શેડે જંગલઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં પાકીટ તેમજ અલગ અલગ લોકોના આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ સહિત પાસપોર્ટ સાઈઝના ફોટાનો જથ્થો મળી આવ્યો હતો, ખેતર માલિકે આની જાણ પોલીસને કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
રાજપીપળા જકાતનાકાથી થોડે આગળ કેનલ પાસે ખેતરના શેઢે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફેટાનો જથ્થો મળી આવતાં પોલીસ તરતજ ઘટના સ્થળે પહોંચી હતી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ પોતાને કબ્જે લીધા હતા, જોકે ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેઓને કામનો નઈ હોય અને ખેતરના શેડે અવાવરું જગ્યા જોઈ ફેંકી દીધો હશે. તેવુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું. પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સમાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલાં પોલીસે તમામ સામાનને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલી વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાસવારે ચોરીની ઘટના બનતી હોય છે. પોલીસ પણ સતર્ક છે, રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે. જરૂરી પોલીસ પોઇન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે. પરંતુ આજે મળી આવેલ જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ છે જે જોતા લાગી રહ્યું છે કે ચોરોએ આ કોઈ એક જગ્યા પરથી ચોરી નથી કરી, અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિનજરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે. પરંતુ હકિકત શુ છે એતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.