દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર સરદાર પટેલની જન્મ જયંતી તા.31ના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલને સવારે 7.30 વાગે પુષ્પાંજલિ આપી 8 વાગે પ્રજાજોગ સંબોધન કરશે. 9.30 કલાકે દિલ્હી જવા રવાના થશે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ વર્ષે દિવાળી અદભુત રીતે ઉજવાશે .
સરકારની ટીમો દ્વારા એકતા દિવસની ઉજવણી અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક નવા પ્રકલ્પનું લોકાર્પણ અને ખાત મુહર્ત થનાર છે. આ ઉપરાંત નવા પ્રકલ્પોનો પણ ભૂમિ પૂજન થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમના આરંભમાં લબાસણા આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી આવેલા 600થી વધુ આઈએએસ અધિકારીઓને સંબોધન વડાપ્રધાન કરનાર છે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે દિવાળી પર્વ દરમિયાન અત્યારથી ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના સીઈઓ ઉદીત અગ્રવાલ એ જણાવ્યું હતું ગત વર્ષે 50 લાખ જેટલા પ્રવાસે આવ્યા હતા. અહીંયા 90 ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. અને પ્રવાસીઓ અહીંયા રોકાય તે માટે અનેક નવા પ્રકરણો પણ બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓના હસ્તે સૂર્ય ઉર્જા સંચાલિત સોલાર પેનલનો પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.