- અશોભનિય પ્રવચન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે
- રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે
- શ્રી વાત્રકકાંઠા રાજપૂત સેવા ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડી કાઢે છે
કપડવંજના વાત્રકકાંઠા રાજપૂત સમાજના આગેવાનો સૂર્યસિંહ ઝાલા, હિતુભા ઝાલા, જયવિરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા સહિત ક્ષત્રિય આગેવાનોએ કપડવંજ મામલતદારને આવેદનપત્ર સુપરત કરી રૂપાલાએ કરેલા અશોભનિય પ્રવચન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે જણાવ્યું છે કે દેશના મહાન યોદ્ધાઓ અને પ્રજાવત્સલ રાજાઓ માટે અપમાનજનક ભાષાથી ક્ષત્રિય સમાજ અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે. સામાજીક સમરસતામાં કડવાશ ફેલાવનાર રૂપાલાજીના શબ્દો કે ભાષાને શ્રી વાત્રકકાંઠા રાજપૂત સેવા ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. સત્તાના નશામાં કોઈપણ સમાજ કે વ્યક્તિની ટીકા કરીને નીચો દેખડવો અને મતના સ્વાર્થમાં પ્રજામાં કડવાશ ઉભી થાય એવા પ્રયોગો કરવા યોગ્ય નથી.