- કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રીનું મોટું નિવેદન
- ‘કંડલા પોર્ટમાં 285 મિલિયન મેગા ટન કાર્ગોની અવર જવર’
- આગામી દિવસમાં 300 મિલિયન મેટ્રીક ટન થશે: સોનેવાલ
કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનેવાલ બે દિવસીય સમિટ માટે નર્મદા આવ્યા હતા. બે દિવસીય સમિટના અંતે મીડિયા સાથે વાત કરતા સર્બાનંદ સોનેવાલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું કંડલા પોર્ટ હવે ભારતનું પ્રથમ મેગા પોર્ટ બનશે.
પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનેવાલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કંડલા પોર્ટ ખાતે 285 મિલિયન મેગા ટન કાર્ગોની અવર જવર થાય છે. જે હવે વધીને 300 મિલિયન મેટ્રીક ટન થશે. આમ કંડલા પોર્ટ ભારતનું પ્રથમ મેગા પોર્ટ બનશે. વધુમાં, આગામી 2047માં ભારતનું કાર્ગો 10000 મેટ્રિક ટન થશે જે હાલ 2600 મેટ્રિક ટન છે.
તેમને જણાવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઈડના સંપૂર્ણ નિવારણ માટે ગ્રીન શિપિંગ અને ગ્રીન પોર્ટ પણ બનાવવામાં આવશે. 2047 સુધીમાં આ શક્ય બનશે અને ભારત હાઇડ્રોજન હબ બનશે. ભારતીય માછીમારોના રક્ષણ માટે સાગરમાલા યોજના સક્રિય કરવામાં આવી છે. કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ યોજનાથી 7500 નોટિકલ માઇલના વિસ્તારમાં સુરક્ષા આપવામાં આવે છે.