- મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અર્થે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું
- અન્વયે હું અવશ્ય મતદાન કરી તે સંકલ્પ અંગેનો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો
- લોકોએ હું અવશ્ય મતદાન કરીશ તેવા સંકલ્પ લીધા હતા
મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અર્થે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે હું અવશ્ય મતદાન કરી તે સંકલ્પ અંગેનો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. અને લોકોએ હું અવશ્ય મતદાન કરીશ તેવા સંકલ્પ લીધા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણી 2024 અન્વયે જિલ્લા વહીવટીય તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે અંગે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો અને આયોજન કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી છે. અને લોકશાહીના આ અવસરરૂપ ચૂંટણી જ્યારે આવી છે. ત્યારે લોકો તેમા ભાગ લે અને મતદાન કરે તે માટે નગરપાલિકા દ્વારા સંકલ્પ લેવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
તે અન્વયે કલોલ નગરપાલિકા દ્વારા લોકશાહીના આ પર્વમાં સૌને મતદાન કરવાની નૈતિક ફરજ યાદ કરાવવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા નવજીવન મિલની ચાલી તથા ચંપાબાઈની ચાલી અને બચીચાની ચાલી તથા વર્ધમાનનગર વગેરે સ્થળોએ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને હું અવશ્ય મતદાન કરીશ તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.