- નર્મદા સંપની મુખ્ય પ્રેસર લાઈનમાં પડેલું ભંગાણ
- મહિલાઓએ પાણી માટે હોબાળો મચાવ્યો હતો
- સ્થાનિક પંચાયત દ્વારા હાલ કાંકરના મુવાડા ગામે ટેન્કર દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે
કાલોલ પંથકમાં નર્મદા સંપની મુખ્ય પ્રેસર લાઈનમાં ભંગાણ પડતાં અઠવાડિયાથી પુર્વેથી બંધ કરાયેલા પાણી પુરવઠાને પગલે પાણી સમસ્યાનો સામનો કરતા કાંકરના મુવાડા ગામની મહિલાઓએ એકત્રિત થઈને પીવાનાં પાણી માટે પોકાર કરતા તંત્રની દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિક પંચાયત દ્વારા હાલ કાંકરના મુવાડા ગામે ટેન્કર દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે જે અનિયમિત અને અપૂરતું હોવાને કારણે શનિવારે મહિલાઓએ ભારે આક્રોશ પ્રગટ કરતાં પંચમહાલ જિલ્લા પાણી પુરવઠા વિભાગના મુખ્ય કાર્યપાલક ઇજનેર મીતાબેન મેવાડા શનિવારે ભરબપોરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને ખુલ્લી બપોર વચ્ચે ભંગાણ સ્થળે ઉભા રહીને પ્રેસર લાઈનમાં સમારકામ કરવાની પુરઝડપે હાથ ધરી હતી. મીતાબેન મેવાડાએ પાઈપલાઈનની સમસ્યા અંગે ખુલાસો કરીને જણાવ્યું હતું કે એક જ પટ્ટી પરના 25-30 ગામો માટે છોડવામાં આવતા સંપનું પ્રેસર જુની પાઈપલાઈન વેઠી શકતી નથી તેને કારણે ટેકનિકલી ભંગાણ સર્જાયું છે. તેથી નવી પાઈપલાઈનની પરિયોજના અમલમાં મૂકેલ છે.