ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામ પાસેના મંદિર નજીકના કુવામાંથી મૃત હાલતમાં મળેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે હત્યામાં સામેલ ઝીંઝુડા ગામની 1 યુવતી, બે સગીરવયના ભાઈ સહિત ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોટી મોલડી ગામ નજીક ઠાંગનાથ મહાદેવનું મંદિર છે.
મંદિરની બાજુના કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા હત્યા થયાનું ખુલતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક ભુપતભાઇ જેઠુરભાઈ ખાચર બાજુના ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી(ઉ.વ. આશરે 20)ની નામની યુવતી સાથે રૂપિયાની લેતીદેતીનો વ્યવહાર કરતા હતા અને યુવતી બાઇક લઇને તેઓને લેવા પણ આવતી હતી. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા ધારા ગૌસ્વામી અને એના બે ભાઇએ હત્યા કર્યાનું ખુલતા જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમીક પુછપરછમાં ધારા મૃતક ભુપતભાઇને બાઇક લઇને ગુરુવારે મોડી સાંજે લેવા ગઇ હતી અને પુર્વ આયોજિત રીતે બંને ભાઇઓ મંદિર પાસે રાત્રિના સુમારે હથિયાર સાથે સુસજ્જ થઈને સંતાઈને રાહ જોઈ રહ્યા હતા. તેમજ યુવક બાઇકમાંથી ઉતરતાની સાથે જ બંને ભાઈઓ તુટી પડતા ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી લોહીલુહાણ હાલતમાં મૃતદેહને કુવામાં ફેંકી દીધો હતો. નાની મોલડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલા અને બે સગીર વયના ભાઇઓ સહિત ત્રણેયની ધરપકડ કરી ચકચારી ઘટનાની વધુ તપાસ નાની મોલડી પોલીસે હાથ ધરી છે.
હત્યાનું ત્રણેય દ્વારા કાવતરું પૂર્વ આયોજિત હતું
લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલ કે યુવતી અને એના બે સગીર ભાઇઓએ મૃતકની હત્યાનું કાવતરૂ અગાઉથી ઘડીને જ રાખ્યુ હતુ. જેથી બંને ભાઇઓ પહેલેથી જ સ્થળ પર હથિયાર લઇ તૈયાર હતા અને યુવતી મૃતકને વિશ્વાસમાં લઇ ઘટનાસ્થળે પહોંચતા જ મૃતક કાંઇ વિચારે એ પહેલા જ ભાઇઓ અને ત્યારબાદ યુવતી પણ તુટી પડતા હત્યા નિપજાવી હતી. આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
હત્યા કેસમાં પોલીસે ઝડપી પાડેલ યુવતી ધારા ગૌસ્વામીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટામાં શેર કરેલી તસવીરોને જોતા અશ્વ સવારી, રાઇફલ જેવા હથિયાર સાથે, બુલેટ અને અલગ અલગ કારની શોખીન હોવાનું સામે આવ્યું હતું.
આરોપી યુવતી બુલેટ, હથિયાર તેમજ અશ્વની શોખીન
હત્યા કેસમાં પોલીસે ઝડપી પાડેલ યુવતી ધારા ગૌસ્વામીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટામાં શેર કરેલી તસવીરોને જોતા અશ્વ સવારી, રાઇફલ જેવા હથિયાર સાથે, બુલેટ અને અલગ અલગ કારની શોખીન હોવાનું સામે આવ્યું હતું.