- યુવક ટેમ્પો લઈ ઘરે આવતો હતો ત્યારે રસ્તે રોકી ફટકાર્યો
- યુવકને સારવાર અર્થે ખસેડાતા બાવલું પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- બકરા ચોરાઈ જવાની બાબતે ગામના યુવકે ચોરી કરી
કડી તાલુકાના ઝાલોડા ગામે બકરા ચોરાઈ જવાની બાબતે ગામના યુવકે ચોરી કરી હોવાની વહેમ રાખી ઢોર મારવામાં આવ્યો હતો. યુવક ટેમ્પો ચલાવી ઘરે આવતા ગામના બે શખ્સોએ યુવકને બોલાવી લીમડે બાંધી ઢોર માર મારતા યુવકને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે બાવલુ પોલીસે યુવકના નિવેદનના આધારે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કડીના ઝાલોડા ગામે રહેતા સુરેશ માલિકીના ટેમ્પોમાં આસપાસના ગામડામાં ડુંગળી-બટાકા વેચી ગુજરાન ચલાવે છે. યુવક ધંધો કરી ચાલતા ઘરે જઈ રહ્યો હતો તે સમયે તેમના ગામના કચરાભાઈ સુરેશને બોલાવી તેમના ઘરે લઈ ગયા હતા. જ્યાં ઘરે કચરાભાઈનો દીકરો મહેન્દ્ર પણ હાજર હતો.ત્યારે કચરાભાઈ અને મહેન્દ્રએ પાંચ મહિના અગાઉ ચોરાઈ ગયેલા બકરાની ચોરી સુરેશે કરી હોવાનો વહેમ રાખી પૂછપરછ કરતા ઉશ્કેરાઈ જઈ સુરેશને દોરડાથી લીમડા સાથે બાંધી લાકડીઓ અને ધોકા વડે ઢોર માર મારતા સુરેશ બુમાબુમ કરતા મહોલ્લાના લોકો દોડી આવી યુવકને મારમાંથી બચાવી લીધો હતો.જેથી બાપ-દીકરો બન્ને ત્યાંથી ફ્રાર થઈ ગયા હતા. યુવકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સાલ હોસ્પિટલ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેના પગલે બાવલુ પોલીસે ઇજાગ્રસ્ત યુવકના નિવેદનના આધારે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.